રાજકોટ મહાનગરપાલિકાના આગામી નાણાકીય વર્ષ:2023-24ના અંદાજપત્રમાં લોકોની અપેક્ષાઓનું યોગ્ય પ્રતિબિંબ ઝીલાય, શહેરનો સર્વાંગી અને સમતોલ વિકાસ થાય તેમજ મ્યુનિ. તંત્રની આર્થિક સ્થિતિ વધુ મજબુત થાય તેવા ઉમદા અને પ્રગતિશીલ આશય સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ રાજકોટના નાગરિકો પાસેથી બજેટ માટે સુચનો આમંત્રિત કર્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
મ્યુનિ. કમિશનરએ બજેટ 2023-24 માટે શહેરના વિકાસને વેગવાન બનાવવા તેમજ લોકોના સ્થાનિક પ્રશ્ર્નોને વાંચા મળી રહે તે માટે સુચનો આપવા અનુરોધ કરતા એમ જણાવ્યું હતું કે, મ્યુનિ. કોર્પોરેશને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકેની અતિ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાની થતી હોઈ તેના વહીવટમાં નાગરિકોના અવાજનો પણ યોગ્ય પડઘો પડે તે ખૂબ જ આવકારદાયક બની રહેશે.
Read About Weather here
મ્યુનિ. કમિશનરએ વધુમાં એમ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના બજેટમાં તંત્રએ કેવી કેવી જનસુવિધાઓ માટે જોગવાઈ કરવી જોઈએ તે વિશે લોકો તરફથી સૂચનો કરવામાં આવે. લોકો મહાનગરપાલિકા પાસેથી કેવી કેવી અપેક્ષા રાખે છે તે વિશે પણ નાગરિકોએ તંત્રને પોતાના બહુમૂલ્ય સુચનો મોકલવા જોઈએ. આ ઉપરાંત મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ યોગ્ય સ્તરે જળવાઈ રહે અને શક્ય હોય ત્યાં સુધી વધુ મજબુત બને તે માટે કરમાળખા સહિતના નાણાંકીય આયોજનમાં કેવા કેવા પગલા લઈ શકાય તે વિશે પણ લોકોએ સુચન કરવા જોઈએ.નાગરિકોએ પોતાના સૂચનો તા.28-1 સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ http://www.rmc. gov.in/FormBudget Suggestions પર જઈને સુચનો આપી શકશે. તેમ જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here