ક્રાઇમ બ્રાન્ચના એક પીઆઇ સહિત ટીમની કળા : સામાકાંઠે વિસ્તારમાંથી 3 લાખનો ગુવાર બીટી નાખ્યો?!

ક્રાઇમ બ્રાન્ચના એક પીઆઇ સહિત ટીમની કળા : સામાકાંઠે વિસ્તારમાંથી 3 લાખનો ગુવાર બીટી નાખ્યો?!
ક્રાઇમ બ્રાન્ચના એક પીઆઇ સહિત ટીમની કળા : સામાકાંઠે વિસ્તારમાંથી 3 લાખનો ગુવાર બીટી નાખ્યો?!

કડકડતી ઠંડીમાં સટ્ટોડીયાને ગરમી ચડાવી દીધી અને તાત્કાલીક વહીવટની ઉઘરાણી કરીને ટીમ નીકળી ગયાની ચર્ચા

જુગારધામ ચલાવતો કુખ્યાત અઢી અક્ષરના નામવાળો શખ્સ પોલીસને હું ખિસ્સામાં રાખુ છું એવી હવા બજારમાં ફેલાવનાર સાથે પણ સાહેબના ધરાબાની છડે ચોકે ચર્ચા

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એટલે વિવાદોનું ઘર! વિવાદ અને ક્રાઇમ બ્રાન્ચ એ એકબીજાના પર્યાય શબ્દો બની ગયા હોય તેવુ લોકોને લાગી રહ્યું છે. અવારનવાર ચર્ચામાં રહેતી બ્રાન્ચના સમયઅનુસાર કંઇક ને કંઇક કાળા કામોની વાત શહેરભરમાં વહેતી થવા જ લાગતી હોય છે. હાલમાં તો ક્રાઇમ બ્રાન્ચે કડકડતી ઠંડીમાં એક સટ્ટોડીયાને ગરમી ચડાવી દિધાની વાતની ચર્ચાએ જોર પકડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ક્રાઇમ બ્રાન્ચમાં તોડમાં માસ્ટર એવા એક પીઆઇ શહેરના સામાંકાઠાના વિસ્તારમાં જઇને પાંજરપોળપાસે એક સટ્ટોડીયાની બોચી પકડીને તેને ફીટ કરી દેવાની વાત કરીને 3 લાખમાં ખંખેરી નાખ્યો હોવાની વાત વાયુ વેગે વહેતી થઇ છે. આ સટ્ટોડીયા પર કોઇ કાર્યવાહી ન થાય તે માટે તાત્કાલીક ત્યારે જ તમામ વહીવટની પતાવટ કરવામાં આવી હતી. અને 3 લાખનો ગુવાર બીટીને પીઆઇની ટીમ નીકળી ગઇ હતી. અને સટ્ટોડીયા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ચર્ચાના ચકડોળે ચડેલા પીઆઇની કુંડળી તો સૌ કોઇ જાણે જ છે. વળી પંકાયેલા પીઆઇ સામા કાંઠે અનેક કાળા કામોનું નેટવર્ક જાણતા હોવાની તેમજ તેના અમુક જાણીતા માણસો સાથે સાહેબનો ઘરોબો હોય અને તે બાજુ કામ કરતા હોવાને કારણે સામાકાંઠેથી વધુ મલાઇ મેળવવામાં આવતી હોવાની પણ એક વાત ચર્ચાઇ રહી છે.

ગુનેગાર ને પકડો તોડ કરો અને જલસા કરો વ્યાખ્યા હવે બ્રાન્ચમાં જાણે ઘર કરી ગઇ છે.! નવાઇનીં વાત તો એ છે કે ક્રાઇમ બ્રાન્ચમાં બાજ નજર રાખતા બે ઉચ્ચ અધિકારીઓ હોવા છતાં પણ તેને કેમ આવા તોડકાંડની ખબર નહી હોય તે પ્રશ્ર્ન થઇ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના માણસો મૂળભૂત ફરજમાંથી હટીને કામગીરી કરી રહ્યાની અનેક ફરીયાદો વારંવાર ઉઠતી આવે છે. સમગ્ર મામલો શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાન સુધી પહોંચતો નથી અથવા તો પહોંચવા દેવામાં આવતો નથી.

એ હકીકત દીવા જેવી ચોખ્ખી થઈને બહાર આવી છે . ગુનાખોર તત્વો સામે એક અજબ-ગજબ પ્રકારની સ્નેહગાંઠ રચાઈ ગઈ છે. જેના કારણે કોઈપણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃતિઓ નજરે ચઢતી નથી. ખરેખરો તાલ અહીં સર્જાયો છે. પોલીસ બેડામાં લાંચ-રૂશ્ર્વતની બદી પ્રસરી ગઈ હોય એ જનતા માટે કોઈ નવા સામચાર હોતા નથી. પણ આ બદીમાં આખેઆખો સ્ટાફ સંડોવાયેલો હોતો નથી. તેનો ચેપ મુઠ્ઠીભર કર્મીઓને લાગેલો હોય છે. રાજકોટના પોલીસ બેડામાં ટોચના અનેક અધિકારીઓ મોજુદ છે. ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબી જેવી શાખાઓ છે. પરંતુ અનેક વખત તોડકાંડ બહાર આવતા હોય છે અને એ નરીઆંખે જોઈ પણ શકાય છે.

Read About Weather here

એક જાગૃત નાગરીક દ્વારા આ પીઆઇની નવીજુનીનો ચિઠ્ઠો લઇને કોર્ટમાં જવાની તૈયારીઓ પણ કરી લીધીની ચર્ચા છે. ત્યારે આગામી દિવસોમાં શું આ તોડકાંડનો સિલસિલો શરૂ રહેશે કે ડામી દેવામાં આવશે તે જોવાનું રહ્યું.

પીઆઇના કાળાકાંડનો ચિઠ્ઠો લઇને એક જાગૃત નાગરીક કોર્ટમાં જવાની તૈયારીમાં??

ચર્ચાના ચકડોળે ચડેલા એક પીઆઇ દ્વારા રાજકોટમાં અવાર નવાર ઉઘરાણામાં ચર્ચામાં આવેલ છે. પરંતુ સૌ કોઇ શાંતીથી જોતા રહેતા હતા. પણ આગામી દિવસોમાં એક જાગૃત નાગરીક દ્વારા સાહેબના કાળા કામોનો ચિઠ્ઠો એટલે કે હપ્તાખોરીનો ચિઠ્ઠો સીધો કોર્ટ સુધી પહોંચવાની તૈયારીમાં છે. સાહેબ દ્વારા રાજકોટનો એકપણ ખુણો બાકી નથી રખાયો કે જ્યા હાથ સાફ ન કરાયો હોય. દારૂ, જુગાર, બુકીઓ જેવા અનેક આરોપીઓનું લીસ્ટ સાહેબ પાસ જાણે તૈયાર જ હોય તે રીતે ત્રાટકીને મલાઇ ઉતાર લેવામાં આવે છે. પીઆઇ દ્વારા કેટલી મલાઇ ઉતરે છે તે કદાચ તેના ઉચ્ચ અધિકારીઓને પણ ખબર નહીં હોય પરંતુ બીજા બધા જાણે જ છે. ઉપરાંત સાહેબની નવાજુના તોડની કામગીરીનો ચિઠ્ઠો ગૃહમાં જાગૃત નાગરીકે મોકલ્યો છે. માટે આગામી દિવસોમાં કોર્ટના દ્વાર જાગૃત નાગરીક દ્વારા ખખડાવામાં આવશે અને સાહેબના તોડકાંડનું રાઝ ખુલશે?!

પીઆઇના કામ નહીં કાંડ બોલે છે!

ઉચ્ચ અધિકારીઓને અધારામાં રાખી તોડ કરવામાં ખાસ બ્રાન્ચના પીઆઇ ’માસ્ટર’

ખાસ બ્રાન્ચના પી.આઇની રાજકોટના નામાંકિત અને અગાઉ જેલની હવા ખાય આવેલ લોકો સાથે ધરાબો ખૂબ જાણીતો છે. સામાંકાંઠે નામાંકિત લોકો સાથે સાહેબની ઉઠક બેઠક જુની યાદોને વાતો હાલ બજારમાં ચર્ચાઇ રહી છે. આવા લોકો સાથે સાહેબની વ્યવહાર હોય અને તે વાતથી ઉચ્ચ અધિકારીઓ અજાણ હોય તે પણ નવાઇની વાત છે!?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here