ચીનમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તેના ભાગરૂપે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે અને શિખામણો આપવાની શરૂઆત કરી છે. જોકે તંત્ર પોતે જ તૈયાર નથી તેવી સ્થિતિ ઊભી થઈ છે. કોરોનાને અટકાવવા રસીની સ્થિતિ શું છે તે જાણતા જ બહાર આવ્યું છે કે મનપા પાસે કોવિશીલ્ડ રસીનો સ્ટોક જ નથી અને બીજી તરફ ત્રીજા ડોઝ માટે લાખો લોકો બાકી છે!
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ શહેરમાં સૌથી વધુ કોવિશીલ્ડ જ વપરાઈ છે અને જે લોકોએ બંને ડોઝ કોવિશીલ્ડના લીધા હોય તેમણે ત્રીજો ડોઝ પણ તેનો જ લેવો પડે છે. હાલ જો ચાઈનાથી કોરોનાનું જોખમ હોય તો બૂસ્ટર ડોઝ લેવાનો આગ્રહ થઈ રહ્યો છે પણ હકીકત એ છે કે હાલ એ રસી મનપા પાસે ઉપલબ્ધ જ નથી. આંકડા જોઈએ તો રાજકોટ શહેરમાં પ્રિકોશન ડોઝની કામગીરી ફક્ત 23 ટકા જેટલી જ થઈ છે અને હજુ 9 લાખ કરતા વધુ લોકો વેક્સિનના ત્રીજા ડોઝમાં બાકી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here