આ બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,મોરબી રોડ પર આવેલા રતનપર પાસે બે રીક્ષા અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નવા મોરબી રોડ રતનપર નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો એ અકસ્માતમાં બે રીક્ષા અને કારને નુકશાન થયું હતું તેમજ રાજકોટના મુસ્લિમ પરિવારના છ લોકો ઘવાયા હતા.તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
જે બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી તેમજ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.તેમજ પોલીસે તપાસ કરતા મુસ્લિમ પરિવાર રાજકોટનું હતું અને આમરણ ઉર્ષમાં ગયા હતા.ત્યાંથી તમામ પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
Read About Weather here
આ અંગે કુવાડવા પોલીસે કાર્યવાહી કરી છે.આ અકસ્માતમાં રાજકોટના બેડીપરા ફાયર બ્રિગેડ પાસે રહેતા અને મજૂરી કામ કરતા મુસ્લિમ પરિવારના રફીકશા રઝાકશા સાહમદાર (ઉ.વ.55), રીઝવાના સિકંદરશા (ઉ.વ.20), સિકંદરશા રફીકશા (ઉ.વ.22), હલીમારફીકશા(ઉ.વ.40),સબીરશા રફીકશા(ઉ.વ.15) અને એઝીમશા રફીકશા(ઉ.વ.15)ને શરીરે ઇજા થતાં તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટનાસ્થળે અકસ્માત સર્જતા ટ્રાફિકજામ થયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here