રાજકોટ જિલ્લામાં ભાજપની જૂથબંધી સપાટી પર, વ્યાપક ફેરફારો થવાનાં ભણકારા?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ અને જૂનાગઢમાં બે આયાતી પૂર્વ મંત્રીના ગઢમાં ગાબડાથી ભાજપમાં અંદરખાને ઉહાપોહ
સોમનાથ અને જૂનાગઢમાં પણ જે પરિણામો આવ્યા એ ભાજપ માટે ભારે આંચકારૂપ: ‘આપ’ અને કોંગ્રેસ અલગ-અલગ લડયા છતાં ત્રણ જિલ્લાઓમાં ભાજપને નુકસાન: મોટા પાયે પોસ્ટમોર્ટમ શરૂ
રાજકીય વિશ્ર્લેષકોના મતે રાજકોટ જિલ્લામાં ભાજપના સંસ્થાકિય માળખામાં ધરમુળથી પરિવર્તન આવી શકે

સૌરાષ્ટ્રમાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓનાં પરિણામો કમસે કમ પૂર્વ મુખ્યમંત્રીનાં વતન અને બે આયાતી મંત્રીઓનાં મત વિસ્તારો પુરતા તો ભાજપ માટે ખુબ આંચકા રૂપ રહયા છે

Visit Saurashtra Kranti Homepage here

એવું રાજકીય વિશ્ર્લેષકોનું પૃથક્કરણ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં જિલ્લા પંચાયતની બે અને નગરપાલિકાની એક એ રીતે ત્રણ બેઠકો પર પરાજય મળતા ભાજપની નેતાગીરી ચૌકી ઉઠી છે.

રાજકીય નિરીક્ષકો માને છે કે, સરકાર પરીવર્તન બાદ યોજાયેલી સ્થાનિક સ્વરાજય સંસ્થાની ચૂંટણીઓમાં ભાજપને રાજકોટ જિલ્લા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં બેઠકો ગુમાવી પડી તેના કારણમાં ભારે વ્યાપક જૂથ બંધી છે

અને પક્ષના આંતરીકે વર્તુળો પણ અંદરખાને જૂથ વાદના દુષણનો સ્વીકાર કરી રહયા છે. જૂથવાદને કારણે અને આંતરીક અસંતોષના ધુંધવાટને લીધે પૂર્વ મુખ્યમંત્રી અને બે આયાતી મંત્રીઓના વિસ્તારમાં કેટલીક મહત્વની બેઠકો ભાજપને ગુમાવી દેવાનો વારો આવ્યો છે.

જેના પગલે ભાજપમાં અંદર ખાને જબરી ડિબેટ શરૂ થઇ ગઇ છે. નેતાગીરી ફિકરૂ કોના માથા પર ફોડવું તેની ચકાસણી કરવામાં લાગી ગઇ છે. સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર ફટકો પૂર્વ મુખ્યમંત્રીના વતનમાં પણ લાગ્યો છે.

આયાતી મંત્રી કુંવરજી બાવળીયા અને બીજા આયાતી મંત્રી સોરઠના જવાહર ચાવડાના મતવિસ્તારમાં ભાજપને થોડો પણ સહન ન કરી શકાય તેવો નુકસાન થયું છે. જેની એ પરાજયની ચચરાટી હજુ સુધી ભાજપની નેતાગીરી અનુભવી રહી છે.

એટલે આગામી દિવસોમાં કમસે કમ રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપના મોવડિ મંડળ દ્વારા સંગઠનમાં ફેરફારોનો સાવરણો મોટા પાયે ફેરવી દેવામાં આવે તેવી શકયતા આંતરિક રાજકીય સુત્રો વ્યકત કરી રહયા છે.

ભાજપ અને અન્ય રાજકીય પક્ષોની ગતી પ્રગતી પર નજર રાખતા રહેલા રાજકીય નિષ્ણાંતોનાં મતે તાજેતરની ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં જામેલી જૂથવાદની ગાથા બહાર આવી ગઇ છે

અને અંદરખાને જૂથબંધીનો ચરમ સંઘર્ષ શરૂ થઇ ગયો હોવાનું સ્પષ્ટ બન્યું છે. આ પરિસ્થિતિને ભવિષ્યમાં નિવારી શકાય એ માટે એકાએક ભાજપની નેતાગીરી વિચાર મંથનમાં ગુંથાય ગઇ છે.

વિધાનસભાની ચૂંટણીઓ આડે હવે વધુ સમય રહયો નથી ત્યારે જો જૂથવાદની આગ પર શિસ્ત રૂપી પાણી નાખીને આગ ઠારવામાં નેતાગીરી સફળ ન થાય તો વિધાનસભાની ચૂંટણીમાં આ ત્રણ જિલ્લા ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ભાજપનો ખેલ મોટા પાયે બગડી શકે.

ભાજપ ફરતે લોખંડી ખીલ્લા જેવા નિયમ અને શિસ્તનું રાજકારણ હોય છે એ જોતા કોઇ નેતાગીરી ભાજપમાં વકરતા જતા આંતકરી જૂથવાદને હકીકતમાં કદી જાહેરમાં સ્વીકાર નહીં કરે. પણ એ હકીકત દીવા જેવી સ્પષ્ટ દેખાય છે

કે, કેટલાક સ્થળે પરાજય ભાજપની નેતાગીરીને સહન થયો નથી એટલે મોટા પાયે સંસ્થા પાંખમાં પરીવર્તન કરીને જૂથબંધી પર લગામ મુકવાની કોશીશ થઇ શકે છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ જિલ્લા પંચાયતની 2 અને નગરપાલિકાની 1 એમ 3 બેઠક ભાજપે ગુમાવી છે. રાતોરાત મંત્રી બનાવવામાં આવેલા કુંવરજી બાવળીયાના વિસ્તાર જસદણમાં જિલ્લા પંચાયતની બન્ને બેઠકો સાણથલી

અને શિવરાજપુર પર કોંગ્રેસે જીત મેળવી ભાજપને જબરો આંચકો આપ્યો છે. રાજકોટ જિલ્લામાં ભાજપનો આ સૌથી મોટો રાજકીય અપસેટ અને પીછેહટ માનવામાં આવે છે.

જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ એક બેઠકની પેટા ચૂંટણીનું જે પરીણામ આવ્યું તે આયાતી પૂર્વ મંત્રી જવાહર ચાવડા અને ભાજપની નેતાગીરીની ઉંઘ હરામ કરી દે તેવું છે.

જૂનાગઢનાં વોર્ડ નં.9ની બેઠક પર ભાજપના ઉમેદવારની ડિપોઝીટ જ ડુલ થઇ ગઇ. અહીં આશ્ર્ચર્ય એ વાતનું છે કે, આ બેઠક પર ‘આપ’ અને એનસીપીના બે ઉમેદવાર 8381 જેવા મતો પડાવી ગયા હોવા

છતાં કોંગ્રેસના ઉમેદવારનો આસાનીથી 9158 મતે વિજય થયો ભાજપના ઉમેદવારને ફકત 638 મત જ મળ્યા. ભાણવડ નગરપાલિકામાં પણ કોંગ્રેસ છવાઇ ગઇ એટલે

જામનગર જિલ્લામાં પણ વિક્રમ માડમની વ્યૂહરચનાએ કોંગ્રેસને તારી દીધી અને ભાજપને ડુબાડી દીધી. અહીં વર્તમાન અને એક પૂર્વ મંત્રી જામનગર જિલ્લાના જ છે છતાં આવી હાલત થઇ છે.

મોરબી જિલ્લાની વાત કરીએ તો નવી સરકારના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની મહેનત છતાં તાલુકા પંચાયતની ત્રાજપુર-2 બેઠક પર ભાજપના ઉમેદવારને પરાજય સહન કરવો પડયો છે.

મેરજાનો મત વિસ્તાર હોવા છતાં કોંગ્રેસને ભવ્ય વિજય મળ્યો છે. આ પરિસ્થિતિ પરથી એવું પહેલી નજરે દેખાય છે કે, ભાજપને સરકાર પરિવર્તન બાદ જૂથવાદનો મોટો પડકાર ઝીંલવાનો આવ્યો છે.

જે ઉપર દર્શાવેલી બેઠકોના પરિણામો પરથી અભિપ્રેત થાય છે. જો ‘આપ’ અને કોંગ્રેસ સાથે મળીને લડયા હોત તો હજુ વધુ નુકસાન ભાજપને થવાની શકયતા હતી.

પૂર્વ મુખ્યમંત્રીના વતનમાં ફટકો પડયો હોવાથી રાજકોટ શહેર અને જિલ્લા ભાજપની સંસ્થા પાંખમાં આગામી દિવસોમાં ધરમુળથી ફેરફારો થવાની શકયતા રાજકીય નિષ્ણાંતો નિહાળી રહયા છે.

Read About Weather here

આગામી દિવસોમાં જ ભાજપમાં કડાકા ભડાકા થવાના એંધાણ દેખાય રહયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here