સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દિવાળી પછી જ બધી પરીક્ષાઓ લેવાશે: કુલપતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દિવાળી પછી જ બધી પરીક્ષાઓ લેવાશે: કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દિવાળી પછી જ બધી પરીક્ષાઓ લેવાશે: કુલપતિ

દિવાળી પછી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે, શહેર એનએસયુઆઇની સફળ રજૂઆત: હજારો વિદ્યાર્થીઓને ફાયદો, નિરાતે ગરબા રમશે અને દિવાળી મનાવશે
ગુજરાતમાં દિવાળી પર 100 કરોડ દિવા પ્રગટાવવાનો લક્ષ્યાંક, કામધેનુ દિપાવલી તરીકે ઉજવાશે
શહેર એનએસયુઆર દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ શહેર એન.એસ.યુ.આઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં કુલપતિને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા આગામી તા.18 નાં રોજ લેવાની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખી દિવાળી પછી લેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવેલ છે.

જેની આગામી તા. 18 રોજ ચાલુ થવા જઈ રહી છે તે તમામ ફેકલ્ટીના સીલેબસ હજુ સુધી પૂરા થયા નથી એટલે કે હજુ સેમેસ્ટર ચાલુ થયાના બે થી અઢી માસનો સમય થયેલ છે.

તેમાં પણ ખાસ કરીને ઓફલાઈન શિક્ષણ છેલ્લા એક માસથી ચાલુ થયેલ છે. જેથી વિદ્યાર્થીઓ પુરૂ ભણી શકયા નથી. કયાંકને કયાંક આ પરીક્ષાઓ વહેલી લેવાથી વિદ્યાર્થીઓને અન્યાય થતો હોય તેવું લાગી રહ્યાં છે.

કારણ કે હજુ સુધી વિદ્યાર્થીઓ પુરો સીલેબસ પૂર્ણ થયેલ ન હોય તો પૂર્ણ સીલેબસની પરીક્ષા વિદ્યાર્થીઓ કઈ રીતે દઈ શકે. પરીક્ષાઓ વહેલી લેવાના નિર્ણયથી પૂરા વિદ્યાર્થીઓમાં માનસિક ટેન્શન

અને તણાવનો અનુભવ કરી રહ્યા હોય આથી રાજકોટ શહેર એન.એસ.યુ.આઈ. ની માંગણી છે કે તાત્કાલિક આ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખી દિવાળી પછીના દિવસોમાં પરીક્ષાઓની નવી તારીખ જાહેર કરવામાં આવે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ઉપપ્રમુખ દર્શન શિયાળ, દિગ્પાલસિંહ જાડેજા, ભવિષ્ય પટેલ, અમન ગોહેલ, દેવેન્દ્રસિંહ જાડેજા, માધવ આહીર, મંથન પટેલ, કર્મદિપસિંહ જાડેજા,

રોહિત રાઠોડ, રાજ વરણ, અમન ગોહિલ, મિલન વિસપરા, બ્રિજરાજસિંહ જાડેજા, આર્યન કનેરીયા, રાજવીરસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, કેવલ પાંભર, કવિશ રૂપારેલીયા, વત્સલ રાજગોર,

Read About Weather here

રવિરાજસિંહ ઝાલા, જયરાજસિંહ રાણા, આર્યનસિંહ જાડેજા, પિયુષ પટેલ, મીત માંડવીયા, ઓમ કકકડ, ભગીરથસિંહ જાડેજા, આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here