રાજકોટ ક્રાઇમ બ્રાંચ ફીર એક બાર ચર્ચાના ચકડોળે : દારૂ છોડાવવા જતા સાયલામાં ફસાઇ ગઇ?

રાજકોટ ક્રાઇમ બ્રાંચ ફીર એક બાર ચર્ચાના ચકડોળે : દારૂ છોડાવવા જતા સાયલામાં ફસાઇ ગઇ?
રાજકોટ ક્રાઇમ બ્રાંચ ફીર એક બાર ચર્ચાના ચકડોળે : દારૂ છોડાવવા જતા સાયલામાં ફસાઇ ગઇ?
રાજકોટ પોલીસના કથીત તોડકાંડની ઘટના હજુ ભુલાઇ નથી ત્યાં રાજકોટની જ ક્રાઇમ બ્રાન્ચ ફરી વિવાદમાં સંપડાઇ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચર્ચાતી વિગતો પ્રમાણે ગત રાત્રે સાયલા નજીકથી 800 પેટી દારૂ ભરેલો ટ્રક પકડાયો હતો. આટલી જંગી માત્રામાં દારૂ પકડાયા બાદ તેને છોડી દેવા માટે સ્થળ પર જ હાજર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબાણ શરૂ કરી દીધુ હતું અને તે બાબત ડી.જી.વિજીલન્સ સુધી પહોંચતા તાત્કાલીક વિજીલન્સ કાફલો ત્રાટકયો હતો અને રાજકોટની ટીમને પોલીસ મથકે લઇ જઇને બેસાડી દેવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ સહિત ચારેક જવાનોને દારૂની ગોલમાલ કરતા પકડી પાડયા છે અને ગત રાતની સાયલા પોલીસ મથકમાં બેસાડી દેવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. આ અંગે વિજીલન્સના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

અને સાંજ સુધીમાં ફરિયાદ પણ નોંધાવાની તજવીજ હાથ ધરાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચાતી વીગત પ્રમાણે સાયલાથી રાજકોટ તરફ જઇ રહેલા દારૂ ભરેલા ટ્રકને પોલીસે અધવચ્ચે અટકાવ્યો હતો અને તપાસ દરમ્યાન ટ્રકમાં 800 પેટી દારૂ હોવાનું ખુલ્યુ હતું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની પાયલોટીંગ વચ્ચે દારૂ ભરેલ ટ્રકને અટકાવવામાં આવતા રાજકોટની ટીમ સ્તબ્ધ થઇ ગઇ હતી અને તે છોડાવા પ્રયત્નો શરૂ થયા હતા. એવી ચર્ચા છે કે ડી.જી. વિજીલન્સ દ્વારા જ આ દારૂ ભરેલો ટ્રક પકડવામાં આવ્યો હતો તેના વિશે રાજકોટની પોલીસ અજાણ હોવાથી છોડવા દબાણ કરાવવા લાગી હતી અને તેમાં રાજકોટ પોલીસનો ભાંડો ફૂટી ગયો હતો.

Read About Weather here

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમની ભૂમિકાને ધ્યાનમાં રાખીને પીએસઆઇ તથા ત્રણ જવાન સહિત ચારને પોલીસ મથકે બેસાડી દેવામાં આવ્યા છે. સાયલા પોલીસ મથકે પૂછપરછનો દૌર ચાલી રહ્યો છે. આ ઘટનાક્રમની જાણ થતા સુરેન્દ્રનગર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સાયલા પહોંચી ગયા હતા. આ સમગ્ર પ્રકરણથી રાજયભરના પોલીસ બેડામાં મોટો ખળભળાટ સર્જાવાનું સ્પષ્ટ છે. આ મામલે પોલીસ દ્વારા સત્તાવાર જાહેરાત કયારે અને કેવી કરવામાં આવે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે.સમગ્ર પ્રકરણમાં હાલમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ બી.જે.કડછા, ઉપરાંત પોલીસ ના દેવા ધરજીયા, ક્રીપાલસિંહ, ઉપેન્દ્રસિંહના નામોની ચર્ચાઓ થઇ રહી છે. હકીકત શું છે તે આગામી દિવસોમાં ફરિયાદ નોંધાઇ જાય પછી જ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here