સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સત્તા મંડળમાં ગુનેગારોને ‘નો-એન્ટ્રી’

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સત્તા મંડળમાં ગુનેગારોને ‘નો-એન્ટ્રી’
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સત્તા મંડળમાં ગુનેગારોને ‘નો-એન્ટ્રી’
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સત્તામંડળમાં ગુનેગારોને ‘નો-એન્ટ્રી’ માટે આમ આદમી પાર્ટીની છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ કરેલી સહી ઝુંબેશનો પડધો પડયો છે. કારણ કે, ભાજપ અને કોંગ્રેસનાં સેનેટ સભ્યોએ સ્ટેચ્યુ-187નો અમલ મોકૂફ રાખવા અને ખાસ સેનેટ બોલાવવા કરેલી માંગણીને સરકારે ફગાવી દીધી છે.આમ આદમી પાર્ટી વિધાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ એ રાજભા ઝાલા ના માર્ગદર્શન હેઠળ તેમની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટેચ્યુટ 187નો અમલ થાય તે માટે સહી અભિયાનનો પ્રારંભ કર્યો હતો, જેમાં 1600 થી વધુ વિદ્યાર્થીઓએ સહી કરીને જે માંગણી હતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટેચ્યુ 187નો અમલ થાય અને યુનિવર્સિટી સત્તામંડળમાં ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા લોકો ન પ્રવેશે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં સહી દ્વારા સમર્થન મળેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ એકત્રિત સહી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આપીને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાજપ અને કોંગ્રેસના અમુક સેનેટસભ્યોએ સહી દ્વારા ખાસ સેનેટ બોલાવીની સ્ટેચ્યુ 187નો અમલ મોકૂફ રાખવાની માંગ કરી હતી, તેના અનુસંધાને કુલપતિ સાહેબે સરકાર પાસે ખાસ સેનેટ બોલાવવા માર્ગદર્શન માંગેલ, પરંતુ સરકાર દ્વારા સ્પષ્ટ જણાવી દીધું છે કે, સ્ટેચ્યુટ 187 નો અમલ થશે જ અને તે અમલ અટકાવવા ખાસ સેનેટ બોલાવવાની માંગણી ગ્રાહ્ય રાખી નથી. તે જોતાં સેનેટસભ્યોની સહી ઝુંબેશ સામે વિદ્યાર્થીઓની સહી ઝુંબેશ અસરકર્તા રહી છે, તેમજ હજારો વિદ્યાર્થીઓની લાગણીનો પડઘો પડયો છે.

Read About Weather here

તેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતા મંડળ માં ગુન્હેગારોના પ્રવેશ પર પાબંધીની લડત લડનાર છાત્ર યુવા સંઘર્ષ સમિતિના સહી અભિયાન મા સહી દ્વારા સમર્થન આપનાર તમામ વિદ્યાર્થીઓનો રાજકોટ પ્રમુખ સુરજ જે. બગડાએ આભાર માનેલ છે. આ લડતમાં આપ શિક્ષણ પરિષદ પ્રમુખ દિગ્વિજયસિંહ વાઘેલા, પ્રણવ ગઢવી, કેયુર દેસાઈ, ચેતન ચાવડા, ઉત્સવ કોરાટ, હર્ષરાજ રાજપૂત, શિવ પટેલ, સ્વપનિલ ભિંડોરા, માનવ ચાવડીયા, હર્ષ કાલરીયા, વિરાજ અજુડીયા, આદિત્ય જોષી, પ્રિયેશ ટાંક, યશ અઘેરા, ભાવેશ ચાવડા, કાર્તિક જાદવ, સંકેત રૂડકીયા વગેરે કાર્યકર્તા દ્વારા આ લડત ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here