રાજકોટમાં હરિવંશરાય બચ્ચનની મધુશાલા કવિતાનું ગુજરાતી આવૃત્તિનું વિમોચન

રાજકોટમાં હરિવંશરાય બચ્ચનની મધુશાલા કવિતાનું ગુજરાતી આવૃત્તિનું વિમોચન
રાજકોટમાં હરિવંશરાય બચ્ચનની મધુશાલા કવિતાનું ગુજરાતી આવૃત્તિનું વિમોચન
જગદૃીશ ત્રિવેદૃીએ હરિવંશરાય બચ્ચનની અમર કવિતા ‘મધુશાલા’નો ગુજરાતી ભાષામાં સંપૂર્ણ સમશ્ર્લોકી અનુવાદૃ કરેલો છે. પ્રવીણ પ્રકાશન દ્રારા ડો. ત્રિવેદૃીની ગુજરાતી મધુશાલાની ત્રીજી આવૃતિ પ્રગટ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં એ ત્રીજી આવૃતિનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું.રાજકોટ નાગરિક બેંકના ડીરેક્ટર અને ગુજરાત રાજ્ય સહકારી બેંક મંડળના પ્રમુખ જયોતીન્દ્રમામા, જાણીતા કવિ સંજુ વાળા, પ્રવીણ પ્રકાશન રાજકોટના ગોપાલભાઈ માંકડીયા, રાજકોટ નાગરિક બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન અને મધુશાલાના અનુવાદૃક ડો. જગદૃીશ ત્રિવેદૃીએ મધુશાલાનું લોકાર્પણ કર્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારબાદૃ જગદૃીશ ત્રિવેદૃીએ ડો. હરિવંશરાય બચ્ચનની જીવન ઝરમર સાથે મધુશાલાની વિશ્ર્વવિખ્યાત રૂબાઈઓને સંગીત સાથે ગાઈને હદૃયસ્પર્શી રજુઆત કરી હતી, જે સાંભળીને રાજકોટ અને સૌરાષ્ટ્રના સાહિત્યપ્રેમીઓ ઝૂમી ઊઠ્યા હતા.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મધુશાલા વિશે કહૃાું હતું કે આ કાવ્યમાં કવિએ મધુશાલાને પ્રતિક બનાવીને સમાજસુધારણાનું કામ કર્યું છે.

Read About Weather here

રાજકોટ ખાતે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પિતા ડો. હરિવંશરાય બચ્ચનની વિશ્ર્વ વિખ્યાત કવિતા ‘મધુશાલા’ની ગુજરાતી આવૃતિનું ભવ્ય લોકાર્પણ થયું હતું. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આયોજીત વાંચનપરબ કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક, કવિ અને સમાજસેવક ડો. જગદૃીશ ત્રિવેદૃીના લોકપ્રિય કાર્યક્રમ મધુશાલાનું આયોજન થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here