મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આશવાણી, લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, ધીરુભાઈ ભરવાડ, લાલભાઈ હુંબલ, રાજુભાઈ આમરણીયા, ચંદ્રેશ રાઠોડ, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ, હંસાબેન સાપરિયા, ભાવનાબેન જોગીયાની એક સંયુક્ત યાદી જણાવ્યું છે કે મોંઘવારીના મુદ્દાને ધ્યાનમાં લઈને તાજેતરમાં લોક સંસદ વિચાર મંચના નેજા તળે વોર્ડ નંબર 14માં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
વોર્ડ નંબર ત્રણમાં લોક સંસદ વિચાર મંચના નેજા તળે પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી દ્વારા કાળજાળ મોંઘવારી ના પ્રશ્ર્ને ગેસના બાટલા, સીએનજી, સહિતના ભાવ વધારાનો વિરોધ કરવા તા.21/5 થી અરજી કરી તા.28/5 ના જંકશન પ્લોટ, સંત કવરરામ માર્ગ, બજરંગ કોલ્ડ્રિંક્સની સામે, ફૂટપાથ પર ધરણા કરવા માટેની મંજૂરી માગવામાં આવેલ.તારીખ 21/5 થી કરાયેલી મંજૂરી તારીખ 26/5 મોડી રાત્રે ગ્રાહ્ય રાખવામાં ન આવી.
Read About Weather here
વધુમાં પોલીસે ઘરણા સ્થળે ટ્રાફિક જામ થાય તો કાયદો વ્યવસ્થાના વિકટ પ્રશ્ર્નો ઉપસ્થિત થઈ શકે એવું બહાનું દેખાડેલ જે બાબત ઉપરોક્ત આગેવાનોએ જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે પડી છે અને ઠેર-ઠેર ટ્રાફિક જામ કલાકો સુધી થાય છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વિકટ પ્રશ્ર્નો ઉપસ્થિત થતા નથી ? જોકે ધરણા અને મંજૂરીમાં ધરણા કરતા આગેવાનો ધરણા સમય દરમિયાન ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમ સ્પષ્ટ જણાવેલ છે તો ધરણા કરતા આગેવાનો ટ્રાફિકને રોકવામાં આવે તો અટકાયત કરી શકાય છે. ફરીથી તા.4-6 અન્ય સ્થળે ધરણા કરવા અંગે મંજૂરી માગવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here