સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગના ક્રિકેટ મેચોનું આયોજન રોકવાની માંગણી ફગાવાઈ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં અગાઉ ‘સોરઠ લાયન્સ’ ટીમની ફ્રેન્ચાઈઝી ધરાવતી મુંબઈની મેસર્સ જયપીકોસ સ્પોર્ટસ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પેઢીના ભાગીદાર નરેશ જૈન દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની મેચો સામે મનાઈ હુકમ મેળવવા કરાયેલ અરજી રાજકોટની સેશન્સ અદાલતે (કોમર્શિયલ કોર્ટે) ફગાવી દેતા ક્રિકેટ પ્રેમીઓમાં હર્ષનો માહોલ ફેલાયેલ છે.આ કેસની હકીકત એવી છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્રના ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ઈંઙક ની જેમ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ એટલે કે જઙકની શરૂઆત સને-2019માં કરવામાં આવેલ હતી. જઙક માં સને -2019 માં સોરઠ લાયન્સ, ગોહિલવાડ ગ્લેડીયેટર્સ, હાલાર હીરોસ, ઝાલાવાડ રોયલ્સ, કચ્છ વોરીયર્સ એમ કુલ પાંચ ટીમોએ ભાગ લીધેલ અને તમામ ટીમોની અલગ અલગ કંપનીઓ ફ્રેન્ચાઈઝી લેવા માંગતા હોય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા વિવિધ ફ્રેન્ચાઈઝી કરારો કરી ટીમોની ફ્રેન્ચાઈઝી જે તે વ્યક્તિઓને આપેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

જે પૈકી સોરઠ લાયન્સ ટીમની ફ્રેન્ચાઈઝી મુંબઈ હેડ ઓફીસ ધરાવતી મેસર્સ જયપીકોસ સ્પોર્ટસ એન્ડ એન્ટરટેઈનમેન્ટ એલ.એલ.પી. નામની ભાગીદારી પેઢીના ભાગીદાર નરેશ જૈન દ્વારા ક્રિકેટ એસોસિએશન સાથે પ્રકા કરાર કરી મેળવવામાં આવેલ હતી. ત્યારબાદ કોવીડને કારણે સને -2020માં ટુર્નામેન્ટનું આયોજન થઈ શકેલ નહીં અને સને -2021 માં ટુર્નામેન્ટનું આયોજન થયેલ ત્યારે ‘સોરઠ લાયન્સ’ ટીમની ફ્રેન્ચાઈઝી ધરાવતા નરેશ જૈન દ્વારા કરાર મુજબની રકમ જમા ન કરાવી શકતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સર્વાનુમતે નિર્ણય લઈ જયપીકોસ સ્પોર્ટસ એન્ડ એન્ટરટેઈનમેન્ટની ફ્રેન્ચાઈઝી ટર્મીનેટ એટલે કે રદબાતલ કરેલ હતી.રદબાતલ એટલે કે ટર્મીનેશન સામે અરજદાર જયપીકોસ સ્પોર્ટસ એન્ડ એન્ટરટેઈનમેન્ટ દ્વારા રાજકોટની સેશન્સ અદાલતમાં આર્કીટ્રેશન એન્ડ ક્ધસીલીએશન એકટ હેઠળ અરજી કરી ક્રિકેટ એસોસિએશન દ્વારા તેમને ખોટી રીતે ટર્મીનેટ કરવામાં આવેલ હોવાની અને તેમની તથા એસોસિએશન વચ્ચે ફ્રેન્ચાઈઝી કરાર કરવા સંબંધે વાટાઘાટો ચાલુ હતી તે દરમ્યાનમાં જઙક ની પ્રથમ સિઝનનું આયોજન થઈ જતાં વાટાઘાટો પાછી ઠેલાયેલ અને ફ્રેન્ચાઈઝી એગ્રીમેન્ટ એસોસિએશન દ્વારા એકતરફી રીતે ઘડવામાં આવેલું હોય તેમાં જરૂરી સુધારાઓ થયા બાદ અરજદાર જરૂરી ફી ભરી ‘સોરઠ લાયન્સ’ ટીમ ચલાવવા માંગે છે

Read About Weather here

પરંતુ એસાસિએશન તે બાબતની પરવાનગી આપત ન હોય અરજદારને સમાવ્યા વિના સને -2022 ની જઙકના ક્રિકેટ મેચોનું આયોજન ન કરવુ અને તેમના ટર્મીનેશન લેટરની અમલવારી સ્થગિત કરવા સહિતની વિવિધ દાદ માંગતી અરજી કરાયેલ હતી.બન્ને પક્ષકારોની રજૂઆતોના અંતે અદાલત દ્વારા પોતાના વિસ્તૃત ચુકાદામાં એવું ઠરાવવામાં આવેલ કે, અરજદાર નરેશ જૈન પોતે તા. 26/04/2019 ના રોજ જઙક એગ્રીમેન્ટ કરેલ નથી તેવ જણાવતા નથી ઉલ્ટાનું સહીવાળો એગ્રીમેન્ટ હોવા છતાં ઈ -મેઈલના એક ડ્રાફટ એગ્રીમેન્ટ ઉપર આધાર રાખી અરજી દાખલ કરેલ છે એટલે કે અરજદાર પોતે બે ઘોડા ઉપર સવાર થઈ ચાલવા માંગતા હોય તેવું જણાય છે તેમજ અરજદારે અદાલત સમક્ષ હકીકતો સંતાડેલ હોવાનું જણાય આવતું હોય ત્યારે અરજદાર ચોખ્ખા હાથે ન્યાયપાલીકા સમક્ષ આવેલ નથી તેવું માનવાને ચોકકસ કારણ રહે છે. તે ઉપરાંત અદાલતે એવું પણ નોંધ્યું હતું કે, અરજદારને જો ફ્રેન્ચાઈઝી એગ્રીમેન્ટમાં વાંધો હતો તો તેઓ ફરીવખત ફ્રેન્ચાઈઝી શા કારણે માંગી રહ્યા છે અને આ હકીકત અરજદારનું દોગલાપણ દેખાડે છે. જે તમામ હકીકતો તેમજ રજુ થયેલ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈ સેશન્સ અદાલત (કોમર્શિયલ કોર્ટે) દ્વારા અરજદારની અરજી નામંજૂર કરતો હકમ ફરમાવેલ છે.આ કામમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વતી જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા વગેરે રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here