રાજકોટમાં બાઈકચલાક યુવકે છુટ્ટા હાથે સ્ટંટ કર્યો

પેન્ડીંગ ઇ-મેમો ભરવામાં નહીં આવે તો કેસ દાખલ કરાશે
પેન્ડીંગ ઇ-મેમો ભરવામાં નહીં આવે તો કેસ દાખલ કરાશે
બાઇકસવારો સ્ટંટ કરવાની લહાયમાં પોતાનો જીવ તો જોખમમાં મુકે જ છે સાથે અન્ય રાહદારીઓ તથા વાહનચાલકો માટે પણ જોખમી સાબીત થાય છે. ત્યારે મોરબી રોડ વેલનાથ પુલ પરનો વીડિયો સામે આવ્યો છે.વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે જીજે-03-ડીપી787 નંબરના બાઈક પર ચાલક છુટ્ટા હાથે સ્ટંટ કરે છે. જાણે તે બીડિવીઝન પોલીસને ખુલ્લેઆમ પડકાર હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

હાલ આ વીડિયો વાઈરલ થઈ રહૃાો છે. આજથી 2 મહિના પહેલા રાજકોટ-જામનગર હાઈવે પર ચાર-પાંચ બાઈકસવારોએ રેસ લગાવી હતી. જેમાં ટ્રિપલ સવારી એક્સેસ ટર્ન લેવા જતાં પડધરી સર્કલ પાસે ડિવાઈડર સાથે એક બાઈક ધડાકાભેર અથડાયું હતું, આથી એક્સેસ પર સવાર ત્રણેય યુવક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.

Read About Weather here

એમાં બે યુવક ઘટનાસ્થળે જ દૃમ તોડી દૃેતાં તેમનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક યુવકનું સારવાર દૃરમિયાન મોત થયું હતું.રાજકોટમાં હાઈ-વે પર બાઈક રેસ લગાવવાનું પ્રમાણ યુવાનોમાં વધતું જાય છે.એમાં જોખમી રીતે સ્ટંટ કરી યુવાનો પોતાની જિંદૃગીને દૃાવ પર લગાવે છે. ત્યારે આવો જ એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક ચાલુ બાઈક પર છુટ્ટા હાથે સ્ટંટ કરતો નજરે પડ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here