રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના કેનાલ રોડ, જિલ્લા ગાર્ડન ચોક, ભુતખાના ચોક વિસ્તારમાં પાન, મસાલા, તમાકુ, ઠંડાપીણાનું વેચાણ કરતા 24 ધંધાર્થીઓને ત્યાં સઘન ચકાસણી કરવામાં આવી હતી. કેટલાક સ્થળેથી કોલ્ડ્રીંકસ અને શીંગની ચીકીના નમુના લઇ સ્થળ ચકાસણી કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
કેટલાક ધંધાર્થીઓને સ્થળ પર 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુનું વેચાણ પ્રતિબંધિત હોય તે બાબતના બોર્ડ લગાવવા સુચના આપવામાં આવી હતી. શુભમ ડીલક્ષ પાન, રાઠોડ પાન, પટેલ કોલ્ડ્રીંકસ, ઉમા સેલ્સ એજન્સી, શ્રીરામ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, જયંત પાન, ખોડીયાર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, મોમાઈ પાન, અમર પાન સહિતની 17 પેઢીઓને લાયસન્સ મેળવી લેવા સુચના અપાઈ હતી.
Read About Weather here
જાગનાથ પ્લોટ કોર્નર પાસે ચાંદની સિઝનમાંથી ગોળ, શીંગની ચીકીના નમુના લેવાયા હતા. ભાનુભાઈ શરબતવાળા, બલદેવ પાન, રામજીભાઈ અનાનસવાળા, પટેલ પાન વગેરે સ્થળે સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here