રાજકોટમાં બુધવારે સિઝનમાં સૌ પ્રથમ વખતે ઠંડીનો પારો 15.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. જે મંગળવારની સરખામણીએ બે ડિગ્રી ઓછું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે ઠંડી ક્રમશ: વધશે.
Visit Saurashtra Kranti Homepage here
આગામી ચાર દિવસ સુધી 17 ડિગ્રી સુધી તાપમાન જળવાયેલું રહેશે. બુધવારે ઠંડીનો પારો 15.8 ડિગ્રી નોંધાયો હતો. જે નલિયા કરતા માત્ર બે જ ડિગ્રી વધુ હતું. ડિસેમ્બરમાં ઠંડી હજુ વધુ પડશે. તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે.
Read About Weather here
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન મહુવામાં 13.3 ડિગ્રી રહ્યું હતું. રાજકોટમાં સવારે લઘુતમ તાપમાન સિઝનનું સૌથી નીચું હતું. તો પવન 15 કિમીની ઝડપે ફૂંકાયો હતો. ઠંડીથી બચવા માટે લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો. દિવસમાં તાપમાન 33 ડિગ્રીએ યથાવત્ રહ્યું હતું. બપોરે 12થી લઇને સાંજના 6 સુધી ગરમી યથાવત્ રહી હતી. જ્યારે સાંજે 7 કલાકે ઠંડા પવનને કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવે ક્રમશ: તાપમાન ઘટશે. ડિસેમ્બર અંત સુધીમાં જ ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here