રાજકોટમાં ધંધાર્થીનું અપહરણ કરી કોલીથડ પાસે ઢોરમાર મારી અઢી કરોડની માંગ

રાજકોટમાં ધંધાર્થીનું અપહરણ કરી કોલીથડ પાસે ઢોરમાર મારી અઢી કરોડની માંગ
મુળ કોટડા સાંગાણીના મેંગણીના વતની અને હાલ રાજકોટ કોઠારીયા રોડ પર રહેતાં કોમ્પ્યુટરના ધંધાર્થી પટેલ યુવાનનું તેની ઢેબર રોડ પરની દૂકાનેથી ગત સાંજે કારમાં અપહરણ કરી જઇ કોલીથડ લઇ જઇ મારકુટ કરી તારો મિત્ર 25 લાખ લઇ ગયો છે તે તારે જ આપવા પડશે તેમ કહી ચેકબૂક બળજબરીથી કઢાવવા પ્રયાસ કરી તેમજ બાદમાં રાજકોટ ગોંડલ હાઇવે પર લાવી ત્યાં પણ ચેકબૂક માંગી માર મારવામાં આવતાં અને જો હવે અઢી કરોડ ન આપે તો મારીને દાટી દેશે તેવી ધમકી અપાતાં પોલીસે અપહૃતના દુબઇ સ્થિત મિત્રના ભાઇ મારફત છટકુ ગોઠવી આરોપીઓને ચેકબૂક પહોંચાડવાના બહાને અપહૃતને જ્યાં ગોંધી રખાયો હતો ત્યાં સુધી મોકલી પાછળથી પોલીસે પણ પહોંચી જઇ અપહૃતને મુક્ત કરાવ્યો હતો. આ ગુનામાં ચારને સકંજામાં લઇ લેવાયા છે. એક ભાગી ગયો હોઇ શોધખોળ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

અપહરણ અને હુમલાના બનાવ અંગે કોઠારીયા મેઈન રોડ પર અર્જુન પાર્ક શેરી નં.1માં રહેતા ઉપેન્દ્રભાઈ પરસોતમભાઈ કરતબા (ઉ.વ.30) નામના પટેલ યુવાને રમેશ દાવડા, અશ્ર્વિન દાવડા, વિવેક દાવડા, કલ્પેશ દાવડા અને ચીંતન ગોવિંદ કાંજીયા કે જેઓ પિતા-પુત્રો અને સંબંધીઓ થાય છે તેઓની સામે પુર્વઆયોજીત કાવત્રુ રચી અપહરણ કરી અને ઢોર માર માર્યાની ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ શરુ કરી છે. પટેલ યુવાન ઉપેન્દ્રભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સાંજે તેઓ ઢેબરરોડ પર કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે હતા ત્યારે રમેશ ડાવરા એક કારમાં તેના સાગરીતો સાથે ધસી આવ્યો હતો અને ઉપેન્દ્રભાઈનું અપહરણ કરી તેને કોલીથડ ગામે અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ઉપેન્દ્રભાઈના દુબઈ ખાતે રહેતા મિત્ર હિરેનભાઈ વિઠલભાઈ ડાંગરીયાએ ધંધો કરવા માટે રમેશ ડાવરાએ રૂપિયા લીધા હતા. આથી દુબઈ રહેતા મિત્રના કહેવાથી તેઓ ગત સાંજે રૂપિયા 25 લાખ લેવા માટે ગયા હતા. પરંતુ રમેશ ડાવરાએ નાણાં આપવાનો ઈન્કાર કરી દીધો હતો. રમેશ એ દુબઈ રહેતા મિત્ર હિરેન પાસે લેણી રકમ આપવાના બદલે વધુ રકમની માંગણી કરી હતી. પરંતુ હિરેનભાઈ રૂપિયા આપતા ન હોવાથી આ નાણાં કઢાવવા માટે રમેશ ડાવરાએ ઉપેન્દ્રભાઈ પટેલના અપહરણનું કાવત્રુ ઘડયું હતું.

ગત સાંજે ઉપેન્દ્રભાઈનું કારમાં અપહરણ કરીને રમેશ ડાવરા, અશ્ર્વિન ડાવરા, વિવેક રમેશ ડાવરા, કલ્પેશ વલ્લભભાઈ ડાવરા અને ચિંતન કાંજીયા કોલીથડ ગામે લઈ ગયા હતા જયાં અશ્ર્વિન ડાવરા, વિવેક ડાવરા અને કલ્પેશ ડાવરાએ પટેલ યુવાનને લોખંડ તથા પ્લાસ્ટીકના પાઈપથી ઢોર માર મારતા ઉપેન્દ્રભાઈને હાથમાં, પગમાં અને પીઠમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. રમેશ ડાવરા અને તેના સાગ્રીતોએ દુબઈ સ્થિત હિરેન ડાંગરીયા પાસેથી વધુ નાણાં કઢાવવા માટે તેના મિત્ર ઉપેન્દ્રભાઈનું અપહરણ કર્યા બાદ તેઓ તેમને રાજકોટ-ગોંડલ હાઈવે પર લઈ ગયા હતા જયાં ઉપેન્દ્રભાઈને મોબાઈલમાં સ્પીકર પર વાત કરાવી ઉપેન્દ્રના મિત્ર ભાવેશભાઈ ઉપર વાત કરાવીને ચેકો મંગાવ્યા હતા.

અપહરણ અને હુમલાના બનાવ અંગે જાણવા મળતી વધુ વિગતો મુજબ રાજકોટ-ગોંડલ હાઈવે પર પણ રમેશ ડાવરાની ટોળકીએ ઉપેન્દ્રભાઈ પટેલને ફરીથી ઢોર માર માર્યો હતો. ઉપેન્દ્રભાઈ પાસે ફોન કરાવતા તેનો મિત્ર ભાવેશ પટેલ યુવાનના બેન્ક ખાતાના ચેકો લઈને આવ્યો હતો. જેના પર આરોપીઓએ બળજબરીપૂર્વક રૂા.અઢી કરોડ કઢાવવા માટે ચેકો લખાવી લીધા હતા. રમેશ ડાવરાની ટોળકીએ ઉપેન્દ્રભાઈના ફોન પરથી તેનું બેન્ક એકાઉન્ટની વિગતો પણ જાણી લીધી હતી અને ત્યારબાદ રૂા.અઢી કરોડના ચેકોમાં સહીઓ કરાવી લીધી હતી.

Read About Weather here

દુબઈ સ્થિત હિરેનભાઈ ડાંગરીયા પાસેથી વધુ રૂા.અઢી કરોડ પડાવવા તેના મિત્ર ઉપેન્દ્રભાઈ પટેલનું અપહરણ કરી ઢોર માર માર્યા પછી ચેકો મળી ગયા બાદ તેઓ ઉપેન્દ્રને કારમાંથી ઉતારીને નાસી ગયા હતા. રમેશ ડાવરા અને તેની ટોળકીના હુમલામાં ઉપેન્દ્રભાઈ પરસોતમભાઈ કરતબાને ગંભીર ઈજાઓ પહોંચી હોય તેઓને તાત્કાલીક સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. અપહરણ અને હુમલાના બનાવ અંગે જાણ થતા ભક્તિનગર પોલીસ મથકનો કાફલો સીવીલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો અને પટેલ યુવાનની ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની વધુ તપાસ પીઆઈ એલ.એલ.ચાવડા ચલાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here