રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો હાટડો માંડતા તબીબ સહિત બે ની ધરપકડ

રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો હાટડો માંડતા તબીબ સહિત બે ની ધરપકડ
રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો હાટડો માંડતા તબીબ સહિત બે ની ધરપકડ

પૂર્વ બાતમીને આધારે ગાંધીગ્રામ (યુનિ) પોલીસ ટીમનો સપાટો; પોર્ટેબલ સોનોગ્રાફી મશીન સહિત રૂ. 2 લાખ 90 હજારનો મુદામાલ કબ્જે

રાજકોટમાં ગાયનેકોલોજિસ્ટ તરીકેની કોઈ ડિગ્રી ન હોવા છતાં લાંબા સમયથી ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો હાંટડો માંડીને ગેરકાનૂની અનૈતિક તબીબી પ્રવૃત્તિ કરવાના આરોપસર પોલીસે ડો.મુકેશ ઘોઘાભાઈ ટોળીયા નામના તબીબ અને અવેશ રફીક પીંજારા નામના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી હતી. મહાનગરમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનું કૌભાંડ બહાર આવતા આરોગ્યતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ગાંધીગ્રામ-2 (યુનિ) પોલીસની ટીમે પૂર્વ બાતમીનાં આધારે સપાટો બોલાવી ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા અને મદદનીશ પોલીસ કમિશનર પી.કે.દિયોરાની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડાની રાહબરી મુજબ ડી-સ્ટાફનાં પીએસઆઈ એ.બી.વોરા અને ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. યુનિવર્સિટી રોડ પર બીટી સવાણી હોસ્પિટલ પાછળ શિવશક્તિ કોલોનીનાં ઓમ મકાન (બ્લોક નં.204) માં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થતું હોવાની બાતમી મળી હતી.

આ અંગેની સચોટ માહિતી મળતા મહાનગરપાલિકાનાં નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજભાઈ રાઠોડને વાકેફ કરવામાં આવ્યા હતા. આથી બાતમીવાળી જગ્યા પર પોલીસ ધસી ગઈ હતી અને ડો.મુકેશ ઘોઘા ટોળીયા- ભરવાડ (ઉ.વ.27) તથા ડ્રાઈવર અવેશ રફીક પીંજારાને એક મહિલાનું ગર્ભ પરીક્ષણ કરતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યા મુજબ ડો.ટોળીયા ગાયનેકને લગતી કોઈ મેડિકલ ડિગ્રી ઘરવતો નથી. આરોપી આજીનગર-3 ભાવનગર રોડ સિલ્વર બેકરીની પાછળ મહેરામબાપાની વાડી ખાતે રહે છે. તેની સાથે પકડાયેલો અવેશ પીંજારા નામનો બીજો આરોપી ડ્રાઈવિંગનો ધંધો કરે છે. ધોરાજીમાં નગરપાલિકા પાછળની શેરી, ત્રણ દરવાજા પ્લેટીનિયમ પાર્ક બ્લોક નં.6 ખાતે રહે છે. પોલીસ તપાસમાં જે મહિલાનું ગર્ભ પરીક્ષણ થઇ રહ્યું હતું એ મહિલા પાંચ દીકરીઓ ધરાવે છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, મુખ્ય આરોપી મુકેશ ટોળીયા એ અલગ-અલગ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી છે. અવેશ પીંજારા ધોરાજી હોસ્પિટલનાં નર્સિંગ સ્ટાફમાં નોકરી કરતો હતો. મુકેશ ટોળીયાએ નેપાળથી પોર્ટેબલ ચાર્જેબલ સોનોગ્રાફી મશીન મંગાવ્યું હતું. આ મશીન અવેશ પીંજારા સાચવતો હતો. કોઈ પેશન્ટ આવે એટલે પેશન્ટનાં ઘરે જઈ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરી આપતા હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું. આ બંને આરોપી ગર્ભ પરીક્ષણ પેટે રૂ. 10 થી 15 હજારનો ભારે ચાર્જ વસુલતા હોવાનું બહાર આવ્યું છે. દરોડા વખતે ગર્ભ પરીક્ષણ કરાવી રહેલી મહિલા બહારગામથી આવી હોવાથી રહેણાંક મકાનમાં જ ગર્ભ પરીક્ષણ ચાલી રહ્યું હતું. પોલીસે સોનોગ્રાફી મશીન, કેબલ અને ચાર્જીંગ કેબલ- અંદાજે કિ.રૂ. 2, લાખ જેલની બોટલો અને સ્ટેથોસ્કોપ મશીન, રોકડા રૂ. 10 હજાર, ઓપો- રેનો કંપનીનો મોબાઈલ કિ.રૂ. 15 હજાર, આઈફોન-12 પ્રોમેક્સ મોબાઈલ કિ.રૂ. 50 હજાર, વિવો કંપનીનો વી-2022 મોબાઈલ કિ.રૂ. 15 હજાર મળી કુલ રૂ. 290100 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Read About Weather here

આ સમગ્ર કાર્યવાહીમાં પી.આઈ ચાવડા, મનપાનાં નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજભાઈ પ્રવિણભાઈ રાઠોડ, પીએસઆઈ એ.બી.વોરા અને પોલીસ ટીમ જોડાયા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here