રાજકોટ વેરા વસુલાત શાખા દ્વારા 45.76 લાખની રિકવરી

રાજકોટ વેરા વસુલાત શાખા દ્વારા 45.76 લાખની રિકવરી
રાજકોટ વેરા વસુલાત શાખા દ્વારા 45.76 લાખની રિકવરી

સેન્ટ્રલ ઝોનમાં 7 મિલ્કત વેસ્ટ ઝોનમાં 4 અને ઈસ્ટ ઝોનમાં 5 મિલ્કત સીલ કરાઈ: સેન્ટ્રલ ઝોનમાં 2 વેસ્ટ ઝોનમાં 1 અને ઈસ્ટ ઝોનમાં 3 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ અપાઈ

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે કુલ 18 મિલ્કતોને સીલ અને 7 મિલ્કતોને ટોચ જપ્તીની નોટીસ આપી કુલ રૂ.45. 76 લાખની રિકવરી કરવામાં આવે.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં- 2 માં જામનગર રોડ પર આવેલ સમર્પણ હોસ્પિટલના બાકી માંગણા સામે રૂ. 18.60 લાખ રીકવરી, વોર્ડ નં- 4 માં લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2.45 લાખ રીકવરી, જુના મોરબી રોડ પર આવેલ રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. 30 હજારની રિકવરી, કુવાડવા રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.62 લાખ રિકવરી, વોર્ડ નં- 7 માં કોમર્શીયલ યુનિટના બાકી માંગણા

સામે રૂ. 1.35 લાખ રિકવરી, જીમ્મી ટાવરમાં આવેલ 4-કોમર્શીયલ યુનિટના રૂ. 7.22 લાખના બાકી માંગણા સામે સીલ કરેલ છે. વોર્ડ નં- 8 માં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ કોમર્શીયલ ઉનીતના બાકી માંગણા સામે રૂ. 1.45 લાખ રીકવરી, વોર્ડ નં- 10 માં ઇનોવેટીવ સ્કુલના બાકી માંગણા સામે રૂ. 4.59 લાખ રિકવરી, કાલાવડ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1 લાખ રિકવરી, વોર્ડ નં- 13 માં અલકા ફર્નીચરના યુનિટના

બાકી માંગણા સામે રૂ. 4 લાખ રિકવરી, ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2.60 લાખ રિકવરી, મવડી એરિયામાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 4.93 લાખ રિકવરી,વોર્ડ નં-14 માં આર.આર. હોટેલને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે.

કેવડાવાડીમાં કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.04 લાખ રિકવરી, વોર્ડ નં-15 માં 2-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. આજી જી.આઇ.ડી.સી.માં આવેલ 2-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.58 લાખ રિકવરી, વોર્ડ નં-18 માં સ્વાતી પાર્ક મેઇન રોડ પર આવેલ 2-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.25 લાખ રિકવરી. આ કામગીરી આસી.

Read About Weather here

મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર,તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશનર કગથરા, સમીર ધડુક તથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here