રાજકોટમાં કારખાનેદારો, કોમર્શિયલ, રેસીડન્સ પર ત્રાટકતી વીજ ટીમો

માર્ચ મહિનામાં જ રૂ.2500 કરોડ વીજ નિગમને મળ્યા
માર્ચ મહિનામાં જ રૂ.2500 કરોડ વીજ નિગમને મળ્યા

સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારથી ઝુંબેશ : 200 કરોડની બાકી વસૂલવા દિવાળી ટાણે જ ધોકો પછાડતુ તંત્ર : એસઆરપી, પોલીસનો બંદોબસ્ત સાથે 25 હજાર કે તેથી વધુ રકમના બીલ નહી ભરનાર ઝપટે


પીજીવીસીએલના એમડી અરૂણકુમાર બરનવાલે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ બીલના વર્ષોથી નાણા નહી ભરનારા ઉપર તવાઇ ઉતારવા અને જેમના 25 હજાર કે તેથી વધુ રકમ બાકી છે.

તે તમામના કનેકશન આજથી જ કાપી નાખવાના કરેલા આદેશો બાદ આજથી 450થી વધુ ટીમો સૌરાષ્ટ્ર – કચ્છમાં ઉતરી પડી છે, 25 હજાર કે તેથી વધુ રકમ નહિ ભરનારા 4ાા થી 5 હજાર ગ્રાહકોના આજથી કનેકશન કાપી નાંખવા સૂચના અપાઇ છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે કુલ 200 કરોડની બાકી વસુલવા આ સૂચ્ના અપાઇ છે, કનેકશન કાપવાની ઝુંબેશ સમયે કોઇ માથાકૂટ ન સર્જાય તે સંદર્ભે એસઆરપી – પોલીસનો બંદોબસ્ત રાખવા પણ સૂચના અપાઇ છે.

દરમિયાન રાજકોટ શહેર – જિલ્લામાં 25 હજાર કે તેથી વધુ રકમનું બીલ જેનું બાકી છે તેવા કુલ 40 કોમર્શિયલ – કારખાનેદાર – રેસીડન્સ કનેકશન ધરાવતા લોકોના કનેકશનો કાપી નાંખવા સવારે 9 વાગ્યાથી 20 થી 22 ટીમો ઉતારી હોવાનું સર્કલ ઇજનેરશ્રી કારીયાએ પઅકિલાથને જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, જુદા જુદા સબ ડિવીઝનમાં થઇને કુલ 40 કનેકશનો કાપી નાંખવા ટીમો મોકલી છે, દરેકને 2 થી 3 કનેકશન અપાયા છે, બપોર સુધીમાં ઓપરેશન પુરૃં કરી લેવાશે.

Read About Weather here

દરમિયાન પીજવીસીએલની આ ઝુંબેશ દિવાળી પર શરૂ કરાતા તેના ઘેરા પડઘા પડયા છે. બાકી દારો કહે છે. અમારા ઘરો – ઓફિસોમાં અંધારા કરીને વીજતંત્ર શું કરવા માંગે છે, દિવાળીના 1 મહિના પહેલા કે દિવાળી – લાભપાંચમ બાદ આ કરવું જરૂરી બન્યું છે, આની ફરીયાદો ગાંધીનગર સુધી પણ પહોંચી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here