રાજકોટનો અનોખો ચોર, મોટર સાઇકલ નહીં પણ ડેકીમાંથી વસ્તુઓ અને રૂપિયાની જ કરતો ચોરી!

35
રાજકોટ
રાજકોટ

રાજકોટ પોલીસની પૂછપરછ દરમ્યાન ચોરે ચોંકાવનારી વિગતો જણાવી હતી

Subscribe Saurashtra Kranti here

રાજકોટ શહેર તાલુકા પોલીસને ચોક્કસ હકીકત મળેલ કે જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશિપ રોડ પર એક ઇસમ શંકાસ્પદ હાલતમાં વાહનની ડેકી ફંફોળતો હતો. તેના આધાર ત્યા જઇ તપાસ કરતા ઇસમનું નામ ઠામ પુછતા સુરક્ષા કવચ એપ્લિકેશન સર્ચ કરતા ઇસમ અગાઉ ચોરીમાં પકડાયેલ હોય તેવી માહીતી મળી હતી. ચોરી કરનાર નિકુજ ઉર્ફ જીગો સુનીલભાઇ ચોટલીયાની પોલીસે ધરપકડ કરી છે. ચોર પાસેથી અલગ અલગ મોટર સાઇકલની ચાવીઓ, એક રેડમી કંપનીનો સ્માર્ટ ફોન, રોકડા ૭૦૦૦ રૂપિયા, એક હોન્ડા કંપનીનુ ચોરીનું એકટીવા મળી આવ્યા છે. રાજકોટ પોલીસની પૂછપરછ દરમ્યાન ચોરે ચોંકાવનારી વિગતો જણાવી હતી સાથે જ અનેક ચોરીની કબૂલાત પણ આપી હતી.

આશરે એકાદ વર્ષ પહેલા બહુમાળી ભવન પાસે આવેલ શીલવર નેસ્ટ એપામેન્ટ પાર્કિંગમાથી એકટીવા મો.સા ની ડેકી તોડી રૂ ૪૦૦૦૦/ની ચોરી

આશરે નવ મહીના પહેલા જુબલી ચોક પાસે સેન્ટ્રલ બેંકના ખૂણા પાસેથી એક એકટીવમાં ડેકી તોડી એક પાસપોર્ટ તથા રોકડાની ચોરીયૉ

આશરે નવ મહીના પહેલા કોટેચા ચોક પાસે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ પાસેથી એકટીવામાથી રૂ ૫૦,૦૦૦/ચોરી.
આઠેક મહીના અગાઉ એસ્ટ્રોન ચોક રામદેવ મોબાઇલની બાજુના કોમ્પલેકક્ષના પાર્કિંગમાંથી બાઇકની ડેકી તોડી એક સોનાની ચેઇન અને એક મંગળસૂત્રની ચોરી.

છ મહીના પહેલા લીમડા ચોક પાસે આવી વિશાલ ટ્રાવેલ્સ ઓફીસ પાસે આવેલ કોમ્પલેકક્ષના પાર્કિંગમાંથી એવીયેટર મો.સાની ડેકી તોડી રોકડા રૂપિયા ચોરી.

છ મહીના પહેલા ત્રીકોણ બાગ પાસેથી ધનરાજ હોટલ વાડી શેરી માથી એકટીવા મો.સાની ડેકી તોડી ચાંદીના ઝાઝરાની ચોરી

ચાર મહીના પહેલા રાજકોટ ૧૫૦ ફુટ રીગ રોડ આવેલ ગોકુલ મથુરા એપાર્ટમેન્ટની બાજુના કોમ્પલેકક્ષના પાર્કિંગ માથી એકટીવા મો.સાની ડેકી તોડી રોકડા રૂપિયાની ચોરી. આ સિવાય રેસકોર્ષ રીંગ રોડ ઉપર આવેલ પ્રાઇડ એમપાયર બિલ્ડીંગના પાર્કિંગમાથી રોડકા રૂપિયાની ચોરી.

ત્રણ મહીના પહેલા સયાજી હોટલ પાસે આશુતોષ પાર્ટી પ્લોટ સામેના પાર્કિંગમાંથી એકટીવા મો.સાની ડેકી તોડી રોકડા રૂ ૩૦,૦૦૦/ની ચોરી. સોનાના બુટીયાની ચોરી.

અઢી મહીના પહેલા રાજકોટ ૧૫૦ ફુટ રીગ રોડ પુનીતના ટાકા સામે ડીએચજેના કારખાના વાડી શેરીમાથી એકટીવા મો.સાની ડેકી તોડી રોકડા રૂ ૭૦,૦૦૦/ની ચોરી. સ્ટ્રલિંગ હોસ્પિટલના પાર્કિંગમાથી એકટીવા મો.સા ની ડેકી તોડી બે મોબાઇલ ફોનની ચોરી.

કાલાવડ રોડ ફાસટેક શો રૂમ પાસેથી એકટીવા મો.સાની ડેકી તોડી રૂ ૫૧૦૦૦/ની ચોરી.

૨૫ દિવસ પહેલા વાણીયા વાડી જલારામ ચોક પટેલ વાડી પાસે એકટીવા મો.સા ની ડેકી તોડી આશરે રૂ ૧૫૦૦૦/ની ચોરી .

૧૫ દિવસ પહેલા બિગ બજાર પાસે આવેલ આરએમસી વોર્ડ ઓફીસ પાસેથી એકટીવાની ડેકી તોડી રૂ ૫૫૦૦૦/ની ચોરી.

Read About Weather here

૭ દિવસ પહેલા રૈયા ચોકડી પાસે આવેલ ધરબસાકે દેખો નામની દૃુકાન પાસેથી એકટીવાની ડેકી તોડી રોકડા રૂપિયાની ચોરી. આ સિવાય એકટીવા મો.સા ની ડેકી તોડી રૂ ૧૨૦૦૦/ની ચોરી.

૭ દિવસ પહેલા અરપોર્ટ ફાટકની બાજુમા રાજકુતી એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલ એકટીવા મો.સા તોડી રૂ ૧૫૦૦૦/ની ચોરી કરી હતી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleમહંત શપ્ત સૂન સમાધિ અવસ્થામાં દેહત્યાગ ન કરી શક્યા!!!
Next articleવડોદરાના મેયર આઈલેશનમાં રહેવાના બદલે નીતિન પટેલના કાર્યક્રમમાં હાજર!