મહંત શપ્ત સૂન સમાધિ અવસ્થામાં દેહત્યાગ ન કરી શક્યા!!!

મહંત શપ્ત સૂન
મહંત શપ્ત સૂન

કાનૂની જે સજા હોય તે ભોગવવા તૈયાર, હવે ભક્તિ છોડી દઈશ: મહંત શપ્ત સૂન

Subscribe Saurashtra Kranti here

મહેસાણા નજીક છઠીયારડા ગામે સત્ય શબ્દ સંશોધન કેન્દ્ર આશ્રમમાં મહંત શપ્ત સૂને રવિવારે રાત્રે 11 વાગે સમાધિની જાહેરાત કરી હતી. તેનો નાટ્યાત્મક રીતે અંત આવ્યો હતો. રાત્રે 10 થી 11 વાગ્યા દરમિયાન મંચ પર મૌન ધ્યાનમાં જીવ બેસી જશે એવું કહેનારા મહંત એક કલાક અને 20 મિનિટ થવા છતાં જીવ બેસી જવાની સમાધિ કુદરતી નહીં મળતાં છેવટે મૌન તોડીને બોલ્યા ચાર સમાધિની વાત કરી હતી. હજુ ખાડો કરી આપો સમાધિ લેવા તૈયાર છું. કુદરતી ફીલ થયું હતું, જીવ બેસી જશે પણ એવું થયું નથી. ભક્તોની માફી માગું છું અને કાનૂની જે સજા હોય તે ભોગવવા તૈયાર છું. હવે ભક્તિ છોડી દઈશ તેમ કહ્યું હતું.

Read About Weather here

સ્પ્રેડર બન્યા નથી એવો મીડિયાએ સવાલ કરતાં મહંતે કહ્યું કે, મેચમાં પણ હજારોની ભીડ થાય છે, મેં જાહેર આવવા બધાને કહ્યું નહોતું.મહંતને સવાલ કરાયો કે શું આ ધતિંગ હતું તો મહંત શપ્ત સૂને કહ્યું, ના. આ કુદરત પર શ્રદ્ધા હતી. તમે જે માનો એ. સજા માટે તૈયાર છું. હવે ભક્તિ છોડી દઈશ. હજુ પણ સમાધિ માટે તૈયાર છું, ખાડો કરી દો હું સમાધિ લઈશ. ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે, તે સંજોગોમાં સંકુલમાં ચિક્કાર જનમેદની ચિંતા ઉપજાવે તેવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here