સતત ત્રીજા દિવસે રાજકોટ શહેરમાં વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ ડિવિઝન 3 હેઠળ વિસ્તારમાં અલગ અલગ 44 ટિમે વીજ ચેકિંગ હાથ ધર્યું છે. આજે સવારથી રાજકોટના વાવડી, ખોખડદળ, મવડી, મોટામવા સહિત 15 વિસ્તારમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે આગલા બે દિવસમાં કુલ 50 લાખથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. આજે પણ લાખોની વીજચોરી ઝડપાઇ તેવી પૂરી શક્યતા સેવાઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મે મહિનાની શરૂઆત થતા બીજા સપ્તાહની શરૂઆત થતાની સાથે જ રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી આજે સતત ત્રીજા દિવસે વહેલી સવારથી અલગ અલગ 44 ટીમ દ્વારા નારાયણનગર, સીતારામ સોસાયટી, મચ્છોનગર, હરિદ્વાર સોસાયટી, મંગલ સોસાયટી અને શિવપાર્ક સહિતના વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 4 ફિડર આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકિંગ ડ્રાઇવમાં કુલ 4 વીડિયોગ્રાફર, લોકલ પોલીસ અને 11 SRPનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here