રાજકોટના મોસમમાં બદલાવ જોવા મળ્યો

રાજકોટના મોસમમાં બદલાવ જોવા મળ્યો
રાજકોટના મોસમમાં બદલાવ જોવા મળ્યો
હજુ ઉનાળા રાજકોટ માં  જેવો આકરો તાપ પડી રહ્યો છે આ વચ્ચે વાતાવરણમાં આજે બદલાવ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારે ઝાકળ જોવા મળી હતી. સવારે ઝાકળ છવાતા ખુબ આહલાદક વાતાવરણ સર્જાયું હતું. લોકોએ સવારના આ વાતાવરણના બદલાવને માણ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ચોમાસાની વિધિવત વિદાય હજુ બાકી છે. ત્યાં શિયાળાના આગમનની આહટ જોવા મળી હતી. આજે એકાએક વહેલી સવારે ઝાકળની ચાદર છવાતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હજુ બપોર દરમ્યાન આકરા તાપનો અનુભવ થાય છે. કેટલીકવાર વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. આ ડબલ ઋતુ વચ્ચે ઝાકળ પડતા વહેલી સવારે અદભૂત વાતાવરણ સર્જાયું હતું.

Read National News : Click Here

શિયાળાની સવારમાં આ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે પરંતુ અત્યારથી જ આ વાતાવરણ છવાતા લોકો પણ ચોંકી ઉઠયા હતા. અને વહેલી સવારે વાતાવરણને માણવા બહાર નીકળી પડયા હતા. સામાન્ય નહીં પરંતુ ગાઢ ધુમ્મસ છવાય હતી. લોકો જ નહીં પરતુ પક્ષીઓ પણ જાણે આ વાતાવરણને આવકારતા હોય તેવા દ્દશ્યો જોવા મળ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here