10 વર્ષ સુધીની કેદની સજા થાય એવી કલમ લગાડતી પોલીસ
રાજકોટમાં વ્યાજખોરો સામે ફરિયાદ કરવા લોકો હિંમતથી આગળ આવે એ માટે પોલીસ દ્વારા યોજાયેલા લોકદરબારમાં રાજકોટના સામાકાંઠાના ભાજપના કાર્યકર પીન્ટુ કવાભાઇ રાઠોડ વિરૂધ્ધ રજૂઆત થઇ હતી. આજે થોરાળા પોલીસે વ્યાજખોરીના આરોપસર પીન્ટુ રાઠોડ વિરૂધ્ધ આકરી કલમો સાથેનો ગુનો દાખલ કરી દીધો છે. પોલીસે વ્યાજખોરની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
પોલીસમાંથી જાણવા મળ્યા મુજબ સંતકબીર રોડ પર રહેતા અને મજુરી કામ કરતા હેમંતભાઈ હરિભાઈ ટુંડિયાએ વ્યાજપેટે પીન્ટુ રાઠોડ પાસેથી નાણાં લીધા હતા. જેનું વ્યાજ સતત ચુકવતા રહ્યા હતા. છતાં વ્યાજખોરે તેમના બનેવીના પિતાના નામનું સૂચિત મકાનની ફાઈલ કબ્જે લઇ લીધી હતી. એટલું જ નહીં ફરિયાદીના ગામ લુણસરિયામાં આવેલી ખેતીની જમીનની બુક પણ ગીરો તરીકે રાખી લીધી હતી. વ્યાજખોરની ધાક-ધમકી, ગાળાગાળી અને ત્રાસથી થાકી અંતે પીડિત પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે પીન્ટુ રાઠોડ સામે મની લોન્ડરિંગ એક્ટ ઉપરાંત આઈપીસીની કલમ-386 પણ લગાડી છે. જેમાં 10 વર્ષ સુધીની કેદ સજાની જોગવાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here