ગુજરાત યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા માન્ય બોડી બિલ્ડિંગ એસોસિએશન ઓફ રાજકોટ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ-2022નું આયોજન આગામી તા.17 ને રવિવારે સાંજે 6 કલાકે કવિ શ્રી રમેશભાઇ પારેખ રંગમંચ રેસકોર્ષ ખાતે રાખેલ છે.સૌરાષ્ટ્રભરના બોડી બિલ્ડરોને પ્રોત્સાહિત કરવા તેમજ બોડી બિલ્ડિંગ ક્ષેત્રે આગળ વધે તે માટે વર્ષ 2004 થી સતત દર વર્ષે ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપનું આયોજન રાજકોટ ડિસ્ટ્રીકટ બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવતું હોય છે. તેમાં છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં સારી નામના ધરાવતું મસલ એન્ડ ફીટનેસ જીમ પણ આ આયોજનમાં સાથે ખભેથી ખભો મીલાવીને ભાગ લેતુ હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ ડિસ્ટ્રીકટ બોડી બિલ્ડિંગ એસોસિએશન તથા મસલ એન્ડ ફીટનેસ જીમ દ્વારા સૌરાષ્ટ્રભરના બોડી બિલ્ડરોને એક મોટુ સ્ટેજ પુરું પાડે છે.આ ચેમ્પિયનશિપમાં સૌરાષ્ટ્ર ભરના ખેલાડીઓ (બોડી બિલ્ડર) ભાગ લઈ શકે છે. જેની કેટેગરી આ પ્રમાણે છે, (1) 00 થી 55 કિગ્રા સુધી (2) 56 થી 60 કિગ્રા સુધી (3) 61 થી 65 કિગ્રા સુધી (4) 66 થી 70 કિગ્રા સુધી (5) 71 થી 75 કિગ્રા સુધી (6)76 થી 80 કિગ્રા સુધી (7) 81 કિગ્રા ઉપર (8) મેન ફિઝીક્સ ઉપર મુજબની કેટેગરી રહેવાની છે. આ આઠ કેટેગરીમાં એક બે ત્રણ વિજેતાને મેડલ, ટ્રોફી, સર્ટિફિકેટ, રોકડ પુરસ્કાર, પ્રોટીન પાવડર વગેરે આપવામાં આવશે.
બોડી બિલ્ડર ખેલાડીઓ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશ , જેના માટે કેતન ત્રીવેદી મો. 9898100040, નીલેશ વાળા મો. 9979379875 પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન ક્ધફર્મ કરવું. આ આયોજનને સફળ બનાવવા કેવલ રાઠોડ, છત્રપાલસીંહ જાડેજા (રીબડા), દિવ્યરાજસીંહ જાડેજા (રીબડા), જીજ્ઞેશ રામાવત, જનક ઘોરેચા, જીજ્ઞેશ અમરેલીયા, મોહિત કંડોલીયા, ભાવિન જરીયા, સાગર પાલા, મોહમ્મદ ઈન્દોરીવાલા, હિમાંશુ રાઠોડ, દિલુભા વાળા, કેતન ત્રીવેદી, રીતેશ પટેલ, નિલેશ વાળા, ચંદ્રકાંતભાઇ શેઠ, દિપકભાઈ કવિતા, નાનુભાઈ સોલંકી, નાનુભાઈ જીવાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here