ગુજરાતમાં ‘આપ’ને 55થી વધુ ,સીટ મળવાની સંભાવના

ગુજરાતમાં ‘આપ’ને 55થી વધુ ,સીટ મળવાની સંભાવના
ગુજરાતમાં ‘આપ’ને 55થી વધુ ,સીટ મળવાની સંભાવના
દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય વડા અરવિંદ કેજરીવાલનાં ખાસ ચૂંટણી સલાહકાર અને પંજાબમાં આમ આદમી પાર્ટીનાં અકલ્પનિય ભવ્ય વિજયનાં નિર્માતા તેમજ ચૂંટણી વ્યૂહરચનાનાં ચાણક્ય ગણાતા ડો.સંદિપ પાઠક માને છે કે ગુજરાતમાં ‘આપ’ની પરિસ્થિતિ ઘણી સુધરી છે અને સરકાર પણ બનાવી શકે છે.
વૈજ્ઞાનિક અને આઈઆઈટીનાં પૂર્વ પ્રોફેસર એવા ડો.સંદિપ પાઠક અત્યારે રાજ્યસભામાં ‘આપ’નાં સભ્ય તરીકે સક્રિય છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીઓમાં ‘આપ’ની શાનદાર અને જોરદાર સફળતાનો યશ પાઠકની વ્યૂહરચનાને આપવામાં આવે છે. પાઠક લોકસર્વેક્ષણ કરવામાં પણ કાબેલ ભેજું માનવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

મીડિયા સાથેની એક ખાસ મુલાકાતમાં સંદિપ પાઠકે ગુજરાતમાં ‘આપ’ની પરિસ્થિતિ અને આગામી ચૂંટણીઓ વિશેની પોતાની યોજના અંગે કેટલીક મહત્વની વાતો કરી હતી. તેઓ માને છે કે, ગુજરાતમાં ‘આપ’ની સ્થિતિ ઘણી સારી છે.ગુજરાતની ચૂંટણીઓ બારામાં સવાલ થતા તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ચૂંટણીઓ અલગ પ્રકારની રહેશે. અમે ખૂબ ગંભીરતાથી ચૂંટણી મેદાનમાં ઝુકાવશું. અમારો આંતરિક સર્વે જણાવે છે કે, અમે સરકાર પણ રચી શકીએ એવી સ્થિતિમાં છીએ. અમે પૂરો અભ્યાસ કર્યા વિના કોઈ રાજ્યમાં જતા નથી. ગુજરાતમાં ખૂબ સારી તક છે એવું હું માનું છું.

ગુજરાત અંગેનો તમારો આંતરિક સર્વેશું કહે છે એવું પૂછવામાં આવતા આપ નાં ચાણક્ય પાઠકે જણાવ્યું હતું કે, અમે મક્કમ પ્રગતિ કરી રહ્યા છીએ. અત્યારે હું કોઈ વિગતો જાહેર કરવા માંગતો નથી અત્યારે આંકડાની વાત કહેવી સારી ન ગણાય પણ એટલું કહું છું કે, અત્યારનાં તબક્કે 55 થી 58 બેઠક એવી છે જ્યાં અમારી સ્થિતિ મજબુત દેખાઈ છે. અમારું રાજકારણ સારું શાસન આપવા પર આધારિત છે. સારી શાળાઓ, સાધન સજ્જ હોસ્પિટલો એવા બધા મુદ્દા અમારા એજન્ડામાં છે. પરંતુ ગુજરાત હિન્દુત્વની લેબોરેટરી છે તેનું શું એવા પ્રશ્ર્નનાં જવાબમાં પાઠકે કહ્યું હતું કે, એ વાત મિથ્યા છે એવું કશું નથી.

Read About Weather here

ગુજરાતની પ્રજા પણ દેશની જેમ જીવન જરૂરી ચીજો માટે સંઘર્ષ કરી રહી છે. રોજનું રૂ.200 કમાતો હોય એ ઘર કેવી રીતે ચલાવે. અભિ તક પબ્લિક કે દિમાગ મેં કોઈ ઓલ્ટરનેટ નહીં થા, ઇન કી કોઈ લેબોરેટરી નહીં હૈ ઔર વો કામ આને વાલી ભી નહીં હૈ. પ્રજાને જે જોઈએ છે એ છે સારું જીવન. એટલે પ્રજા હવે તૈયાર છે. લોકો એમને 27 વર્ષ આપ્યા છે હવે એમના જવાનો સમય થઇ ગયો છે. કોંગ્રેસ અંગે તેમણે કહ્યું કે, કોંગ્રેસનું અસ્તિત્વ જ ક્યાં છે? એ ચૂંટણી લડતી જ નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here