યુવકની હત્યા કરી મૃતદેહ લટકાવી દીધો …!

યુવકની હત્યા કરી મૃતદેહ લટકાવી દીધો ...!
યુવકની હત્યા કરી મૃતદેહ લટકાવી દીધો ...!
હરિયાણાના સોનીપતની કુંડલી બોર્ડર પર એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી છે. ખેડૂતોના આંદોલનના સ્થળ કુંડલીમાં સિંઘુ બોર્ડર પર ગુરુવારે રાત્રે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તેને 100 મીટર સુધી ઘસેડવામાં આવ્યો હતો, યુવકનો એક હાથ કાપી નાખવામાં આવ્યો હતો અને મૃતદેહને ખેડૂતોના આંદોલન સ્થળે સ્ટેજ સામે જ લટકાવવામાં આવ્યો છે. યુવક પર ગુરુ ગ્રંથ સાહિબની અપવિત્રતાનો આરોપ છે.

જો કે, તેને ખેડૂતોના આંદોલનને બદનામ કરવાનું ષડયંત્ર પણ કહેવામાં આવી રહ્યું છે. હાલ કુંડલીના ખેડૂત આંદોલન સ્થળ પરથી જે વાતો સામે આવી રહી છે તેમાં નિહંગો દ્વારા યુવાનોની હત્યાની કરાયાની માહિતી આપવામાં આવી રહી છે.

આ ઘટના આવે વહેલી સવારે 5 વાગ્યાની હોવાનું કહેવાય છે. શુક્રવારે સવારે કુંડલી બોર્ડર પર સનસનાટી મચી ગઈ હતી જ્યારે ત્યાં સંયુક્ત કિસાન મોરચાના મુખ્ય મંચ પાસે એક મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો.

યુવકનો એક હાથ પણ કાપી નાખવામાં આવ્યો છે. પાંચેય આંગળીઓ સાથે આખી હથેળી કાપી નાખવામાં આવી હતી. ગળા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાના નિશાન પણ છે.

માહિતી મળ્યા બાદ કુંડલી પોલીસ સ્ટેશનના પ્રભારી રવિ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા છે. યુવાનોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસ હાલમાં આ કેસમાં વધુ વિગતો જણાવવાનું ટાળી રહી છે.

નિહંગોનો આરોપ છે કે યુવકને ષડયંત્રના ભાગરૂપે મોકલાયો હતો. આ માટે 30 હજાર રૂપિયા અપાયા હતા. યુવકે અહીં પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબનું પણ અપમાન કર્યું.

નિહંગોને આ વાતની જાણ થઈ જો તેને પકડી લીધો. યુવકને ઢસડીને નિંહંગો પંડાલ પાસે લાવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે યુવકની પુછપરછનો અને ઢસડવાની સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવાયો છે. જે હાલ સામે આવ્યો નથી.

Read About Weather here

નિહંગો મૃતદેહને પણ ઉતારવા દેતાં ન હતા. ઘટના સ્થળે પહોંચેલા પત્રકારે ફોટો પાડવાની કોશિશ કરી તો તેને પણ ધમકી દઈ ફોન ખિસ્સામાં રાખવા કહ્યું. બદલેવ સિરસા ઘટના સ્થળે પહોંચ્યા તો ત્યારે પોલીસને મૃતદેહ ઉતારવા દેવાયો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here