મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં કંપનીના મેનેજર સહિત 9ને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં કંપનીના મેનેજર સહિત 9ને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં કંપનીના મેનેજર સહિત 9ને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં પુલનું મેન્ટેનન્સ કરતી અને મેનેજમેન્ટ કરતી એજન્સીના મેનેજર સહિત 9ને પોલીસે ઝડપી લીધા બાદ તમામને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટી જતા 136થી વધુ લોકોના મૃત્યુ અને 100 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જે દુર્ઘટના મામલે જવાબદારો વિરુદ્ધ તાત્કાલિક અસરથી ગુનો નોંધી તપાસ ચલાવવામાં આવી હતી

Visit Saurashtra Kranti Homepage here

જે ઝૂલતો પુલ વર્ષ 1887 થી મોરબી સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યો હતો જે પુલનું અવારનવાર સરકાર દ્વારા અલગ અલગ ખાનગી એજન્સી મારફત સમારકામ, મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ અર્થે સોપી લોકોને આનંદનું સ્થળ કાર્યરત રાખવામાં આવ્યું હતું પુલ છેલ્લા આઠેક માસથી મેન્ટેનન્સ માટે બંધ રાખી ગત તા. 26 ઓક્ટોબરના રોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને દિવાળીના તહેવારોને પગલે ભીડ વધુ હોય જેથી મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ ખામીના પગલે પુલ ધરાશાયી થયો હતો જેથી મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરનાર વ્યક્તિઓ/એજન્સીઓ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો


બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રેન્જ આઈજી અશોકકુમાર યાદવની સુચના અને જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પી એ ઝાલાની ટીમે તપાસ ચલાવી ગુનામાં સંડોવાયેલ 1. દીપક નવીનચંદ્ર પારેખ (ઉ.વ.44) રહે મોરબી (મેનેજર) 2. દિનેશ મહાસુખરાય દવે (ઉ.વ.41) રહે મોરબી (મેનેજર) 3. મનસુખ વાલજીભાઈ ટોપિયા (ઉ.વ.59) રહે મોરબી ટીકીટ કલેક્શન 4. માદેવ લાખાભાઈ સોલંકી (ઉ.વ.36) રહે મોરબી ટીકીટ કલેક્શન 5. પ્રકાશ લાલજીભાઈ પરમાર (ઉ.વ.63) રહે ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર) 6. દેવાંગ પ્રકાશભાઈ પરમાર (ઉ.વ.31) રહે ધ્રાંગધ્રા (બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર) 7. અલ્પેશ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.25) રહે દાહોદ (સિક્યુરીટી ગાર્ડ) 8. દિલીપ ગલાભાઈ ગોહિલ (ઉ.વ.33) રહે દાહોદ (સિક્યુરીટી ગાર્ડ) તથા 9. મુકેશ દલ્સિંગભાઈ ચૌહાણ (ઉ.વ.26) રહે દાહોદ (સિક્યુરીટી ગાર્ડ)ની ધરપકડ કરી હતી.

Read About Weather here

પકડાયેલ ઉકત તમામને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે. રીમાન્ડ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો ખુલે તેવી શકયતા છે. પોલીસે વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરી સચોટ પુરાવા મેળવવા કવાયત હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here