ડ્રગ્સનાં અનેક પ્રકરણની તપાસ કરી રહેલા ટોચનાં અધિકારીએ પોતાની જાસૂસી અંગે મહારાષ્ટ્ર પોલીસમાં મોખિક ફરિયાદ નોંધાવી
બોલીવુડનાં સુપરસ્ટાર શાહરૂખ ખાનનાં પુત્ર સહિત બોલીવુડની અનેક અભિનેત્રીઓ, નિર્માતાઓની ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહેલા એનસીબીનાં ટોચનાં અધિકારી અને પ્રાદેશિક ડાયરેક્ટર સમીર વાનખેડેએ પોતાનો પીછો કરવામાં આવી રહ્યો
Visit Saurashtra Kranti Homepage here
હોવાનો ચોકાવનારો આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો. આધુનિક ક્રુઝ પરથી આર્યન ખાન સહિતનાં ટોચનાં કેટલાક લોકોની ધરપકડ કરીને ખડભડાટ મચાવનાર વાનખેડેએ મહારાષ્ટ્ર પોલીસ સમક્ષ એવી મૌખિક ફરિયાદ કરી છે
કે સાદા વેશમાં કેટલાક લોકો મારો પીછો કરતા હોય એવું દેખાયું છે. પોતાના આક્ષેપનું સમર્થન કરતા સી.સી.ટી.વી નાં ફૂટેજ પણ અધિકારીએ પોલીસને આપ્યા છે. એનસીબી નાં અન્ય અધિકારીઓનો પણ પીછો થઇ રહ્યાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
સમીર વાનખેડે 2008ની બેચનાં અધિકારી છે. તેમણે સર્વપ્રથમ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ અધિકારી તરીકે બે વર્ષ ફરજ બજાવી હતી અને બે વર્ષનાં ટૂંકાગાળામાં મુસાફરો પાસેથી રૂ. 17 હજાર કરોડનો નશીલા પદાર્થોનો જથ્થો પકડી પાડવામાં સફળતા મેળવી હતી.
એ પછી એમણે બીજા ઘણા હોદ્દા પર સારી કામગીરી કરી બતાવી હતી તે કામગીરી જોઈ સરકારે એમને ડ્રગ્સનાં દુષણનો સફાયો કરવા એનસીબી માં નિયુક્ત કર્યા હતા.
દરમ્યાન ડ્રગ્સ કેસમાં પકડાયેલા સુપરસ્ટાર પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર આવતીકાલ તા. 13 ને બુધવારે સુનવણી થશે. આ રીતે હજુ શાહરૂખ પુત્રને આર્થર રોડ જેલમાં જ રહેવું પડશે.
ખાસ કોર્ટમાં આર્યનનાં ધારાશાસ્ત્રીએ આર્યનની જામીન અરજી કરી છે. જેમાં દલીલ કરવામાં આવી છે કે, આર્યન ખાન નિર્દોષ છે ક્રુઝ પર દરોડો પડ્યો ત્યારે તેની પાસેથી નશીલો પદાર્થ મળી આવ્યો નથી.
આર્યનને ખોટી રીતે કેસમાં સંડોવી દેવાયો છે. પ્રતિષ્ઠિત સમાજ અને ઘરનું સભ્ય હોવાથી એ ક્યાંય નાસી જશે નહીં અને ન્યાય મેળવવાથી દૂર ભાગશે નહીં. જામીન અરજી પર આર્યન વતી ધારાશાસ્ત્રી અમિત દેસાઈએ દલીલો કરી હતી.
Read About Weather here
સમીર વાનખેડેએ એવો સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે, મુંબઈ પોલીસનાં કેટલાક કર્મચારીઓ સાદાવેશમાં મારી પાછળ ફરી રહ્યા છે અને હું જ્યાં જાઉં ત્યાં મારો પીછો કરવામાં આવે છે. (2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here