ભાજપના 100 જેટલા ધારાસભ્યોને ફરી ટિકિટ નહીં: પાટીલનો ધડાકો

ગોંડલ અને રાજકોટમાં સી.આર.પાટીલનો ‘વન ડે વન ડિસ્ટ્રીકટ’ કાર્યક્રમ
ગોંડલ અને રાજકોટમાં સી.આર.પાટીલનો ‘વન ડે વન ડિસ્ટ્રીકટ’ કાર્યક્રમ

2022ની વિધાનસભા ચૂંટણીઓમાં પરિવર્તનનો સંકેત આપતા ભાજપ પ્રદેશ પ્રમુખ: સહકારી સંસ્થાઓમાં ભાજપના કાર્યકરોને કામ આપવાની તાકિદ કરતા પાટીલ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે એવો ધડાકો કર્યો છે કે, ભાજપના ઓછામાં ઓછા 100 જેટલા વર્તમાન ધારાસભ્યોને પડતા મુકવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

એક કાર્યક્રમમાં ધરમુળથી પરિવર્તનનો સ્પષ્ટ સંકેત આપતા ભાજપના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, કેટલાક નિવૃત થઇ રહયા છે અને કેટલાક નવાને તક આપવાની છે.

એટલે કોઇએ બંઘ બેસતી પાઘડી પહેરવાની નથી. પણ પક્ષના ઓછામાં ઓછા 100 ધારાસભ્યને ફરીથી ટિકિટ આપવામાં નહીં આવે એટલે કે, 2022ની વિધાનસભા ચૂંટણીઓમાં પણ પાયાથી પરિવર્તન લાવીને નો-રીપિટ થિયરી અમલામાં મુકવાનો પાટીલે સાફ ઇશારો કરી દીધો છે.

તેમણે જણાવ્યું હતું કે, સહકારી સંસ્થાઓ જીતવાનો ભાજપનો મુળ હેતુ એ છે કે, ભાજપના કાર્યકરોને સાચવવામાં આવે અને એમને કામ આપવામાં આવે.

પાટીલે ભાજપ હસ્તક સહકારી સંસ્થાઓમાં ભાજપના કાર્યકરોને કામ આપવામાં તાકિદ કરી હતી. આગામી વિધાનસભા ચૂંટણીઓમાં મોટા ભાગના નવા ચહેરા લેવાની પાટીલની વાતને પગલે ભાજપમાં પણ રાજકીય ભુકંપ સર્જાયો છે.

અંદરખાને ખળભળાટ મચી જવા પામ્યો છે. કેમ કે, પ્રદેશ પ્રમુખ પાટીલે સાફસાફ શબ્દોમાં કહી દીધુ છે કે, 100થી વધુ વર્તમાન ધારાસભ્યોને પડતા મુકવામાં આવશે અને નવા ચહેરાને તક આપવામાં આવશે.

આ રીતે તાલુકા, જિલ્લા, પંચાયતો તથા મનપા, નપાની સ્થાનિક સ્વરાજય સંસ્થાઓથી શરૂ થયેલી નો-રિપીટ થીયરીને ચાલુ રાખીને પ્રદેશ પ્રમુખે વિધાનસભા ચૂંટણીમાં પણ આ થીયરી મુજબ જ ટીકિટ ફાળવણી કરવાનો સાફ સંકેત આપી પક્ષને સંદેશો આપી દીધો છે.

Read About Weather here

ચૂંટણીની ટીકિટ માટે પણ કોઇએ લોબીંગ કરવાનું રહેતું નથી. એવી ચિમકી પણ એમણે આપી દીધી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here