મહારાષ્ટ્ર સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં બેકાબુ મેઘસવારી ચાલુ રહેતા ભારે બેહાલી સર્જાઈ છે અને જનજીવન સદંતર ઠપ્પ થઇ ગયું છે. મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારો ભારે વરસાદથી જળબંબાકાર થઇ ગયા છે. મધ્યપ્રદેશમાં વિજળી પડવાથી બે દિવસમાં 17નાં મોત થયાનું નોંધાયું છે.
Visit Saurashtra Kranti Homepage here
મહારાષ્ટ્રમાં અનેક માર્ગોમાં અનરાધાર વરસાદ ચાલુ રહ્યો છે. પરિણામે રાયગઢ, રત્નાગીરી, સિંઘુદુર્ગમાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉતરાખંડ, જમ્મુ- કાશ્મીર સહિતનાં અનેક રાજયોમાં ધોધમાર વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.
Read About Weather here
મહારાષ્ટ્રની પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ છે. આજે પાલગર, પુણે, કોલ્હાપુર અને સતારા માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. મુંબઈમાં તમામ સડકો અને સોસાયટીઓમાં ધુંતણ સમાણા પાણી ભરાઈ ગયા છે. મુંબઈ અને થાણેમાં રવિવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આજ રીતે ઉતરપ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પહાડી વિસ્તારોથી માંડીને મેદાની વિસ્તારો સુધી મેઘતાંડવ મચી ગયું છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here