શ્રી વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા મંગળવારે સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના સમૂહલગ્નોત્સવનું જાજરમાન આયોજન
શ્રી સનાતન સેવા મંડળ દેવીભૂમિ દ્વારકા ખાતે યોજાશે: 111 નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે
શ્રી વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા આયોજીત સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના 22 માં સમૂહલગ્નોત્સવનું આયોજન આગામી તા.14 ફેબ્રુઆરીને મંગળવારના રોજ શ્રી સનાતન સેવા મંડળ, પોલીસ સ્ટેશન પાસે દેવભૂમિ દ્વારકા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત તા.16 ને ગુુરૂવારના રોજ શ્રી વણકર સમાજ(અનુસુચિત જાતી)ના 23 નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે.
Visit Saurashtra Kranti Homepage here
આ માંગલિક પ્રસંગોમાં હસ્ત મેળાપ સવારે 10 કલાકે, સત્કાર સંમારંભ સવારે 11 કલાકે, મંગલ ફેરા બપોરે 12 કલાકે, ભોજન સમારંભ બપોરે 1 થી 3 કલાક, સમૂહ દાંડીયા રાસ બપોરે 3 કલાકે અને જાન વિદાય સાંજે 4 કલાકે રાખેલ છે.સમૂહ લગ્નોત્સવ સમારંભમાં 111 નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પરીમલભાઇ નથવાણી(સાંસદ રાજયસભા), પૂનમબેન માડમ (સાંસદ જામનગર-દેવભૂમી દ્વારકા) અને માંડણભા વિરમભા માણેક વિશેષ ઉપસ્થિત રહેશે.
Read About Weather here
111 નવદંપતિઓને શ્રી નારાયણ કેશવાનંદ મહારાજ (શારદામઠ), સ્વામી શ્રી કેશવાનંદજી મહારાજ (સનાતન સેવા મંડળ), શ્રી મહંતબાપુ ગુરૂશ્રી દયારામબાપુ (શ્રી દયારામબાપા આશ્રમ), શ્રી સ્વામી શ્યામનંદજી મહારાજ (ભારત સેવા આશ્રમ સંઘ), સ્વામી શ્રી ચંદ્રપ્રસાદદાસજી (શ્રી સ્વામિનારાયણ ભકિતધામ), શ્રી જીવણનાથબાપુ ગુરૂશ્રી કરણનાથબાપુ (મંગલ આશ્રમ), સ્વામી શ્રી ગોવિંદપ્રસાદદાસજી (શ્રી સ્વામિનારાયણ આશ્રમ), મહંતશ્રી હનુમાનપ્રસાદ મહારાજશ્રી (જગ્ગનનાથ મંદિર), શાસ્ત્રી સ્વામી શ્રી ચંદ્રપ્રકાશદાસજી (શ્રી સ્વામિનારાયણ મંદિર) અને શ્રી મુરલી નરભેરામ ઠાકર (પ્રમુખ, શ્રી દ્વારકાધીશ મંદિર પુજારી) આર્શિવચન પાઠવશે. સમૂહ લગ્નોત્સવના આયોજક પબુભા વિરમભા માણેક (ધારાસભ્ય, 82- દ્વારકા- કલ્યાણપુર, પ્રમુખ શ્રી સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજ, ઓલ ઇન્ડિયા) તેમજ શ્રી સમસ્ત ઓખામંડળ ક્ષત્રિય વાઘેર યુવા મંડળ દ્વારા પ્રભુતામાં પગલા માંડનાર નવદંપતિઓને હાર્દિક શુભેચ્છા આપવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here