ભુતિયા નળ કનેકશનથી પાણીનો બેફામ વેડફાટ: તંત્ર કયારે જાગશે?

ભુતિયા નળ કનેકશનથી પાણીનો બેફામ વેડફાટ: તંત્ર કયારે જાગશે?
ભુતિયા નળ કનેકશનથી પાણીનો બેફામ વેડફાટ: તંત્ર કયારે જાગશે?
રાજકોટ શહેરમાં લોકો પાણીનો બીન જરૂરી વેડફાટ કરતાં હોવાનું મનપાના કમિશનરે ઘ્યાનમાં આવતાં તેઓ દ્વારા ઉનાળામાં પાણીના વપરાશ મામલે કડક નિર્ણય લીધો છે. હવે રાજકોટ શહેરમાં જે કોઈ પણ પાણીનો બગાડ કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકો ઘરની બહાર ફળિયા ધોશો તો 500 રૂપિયાનો દંડ થશે. આ સાથે કમિશનરે જણાવ્યું કે, જે લોકો પાણીનો મોટા પ્રમાણમાં બગાડ કરશે તો રૂપિયા 2000નો દંડ ફટકારાશે.

Visit Saurashtra Kranti Homepage here

બીન જરૂરી પાણીનો વેડફાટ થતો હોવાનું ધ્યાનમાં આવતા મ્યુનિ. કોર્પોરેશને પાણીનો વેડફાટ કરનારા સામે આકરા દંડની જોગવાઈ કરી છે. અને તેના માટે વોર્ડ વાઈઝ ટીમો બનાવી છે. જળજથ્થો બચાવવાની જરૂર અને જવાબદારી સમજીને કમિશનર અમિત અરોરાએ તમામ વોર્ડમાં પાણીચોરી સામેનું ચેકિંગ શરૂ કરાવ્યું છે. તેના ભાગરૂપે દરેક વોર્ડમાં એક એક ટીમને ફિલ્ડમાં ઉતાર્યા છે. જેઓને પાણી ચોરી અને બગાડ રોકવા જવાબદારી આપવામાં આવી છે.

પરંતુ તે ટીમો ક્યાંકને ક્યાંક વામળી સાબીત થતી હોય એવુ ચિત્ર સામે આવી રહ્યું છે. આજી ડેમ વિસ્તારમાં આવેલ માંડા ડુંગર અને રાંદરડા તળાવ નજીક થયેલ ગેરકાયદે બાંધકામ નજરે પડ્યા નથી રાંદરડા તળાવની જમીનો પણ કારખાનાઓ દ્વારા કબ્જે કરીને ગેરકાયદેસર કારખાનાઓ ઉભા કરીને ભઠ્ઠીઓ ધમધમતી કરી દીધી છે કે જાણે તેને કોઇ નિયમ જ લાગુ પડતો ન હોય તે રીતે! પરશુરામ ઇન્સ્ટ્રીઝમાં અનેક કારખાનાઓ ધમધમી રહ્યા છે જેના કારણે તે રહેણાંક વિસ્તારમાં પ્રદુષણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયુું છે કારખાના ધારકો કારખાનામાં ગેરકાયદે ભઠ્ઠીઓ ચલાવે છે.

Read About Weather here

કોર્પોરેશનની પીવાના પાણીની લાઇનો માંથી ગેરકાયદેસર કનેકશન લઇને 24 કલાક મફતમાં પાણી વાપરે છે અને આગળ જરૂરીયાતમંદ સુધી પાણી પહોચી શકતું નથી. તંત્રને ટીમો મુકાવીને તપાસ કરાવવાી જોઇએ અને ભૂતિયા નળ કનેકશન ધરાવતા કારખાનાઓને દંડ ફટકારી કનેકશન રદ કરવુ જોઇએ.પરંતુ એવુ મોટા અધિકારીના આદેશો હોવા છતાં થઇ શકતું નથી અને સૌરાષ્ટ્ર ક્રાંતીએ ભૂતિયા કનેકશન કારખાનાઓમાં છે તે અહેવાલ પ્રસિધ્ધ કરતાની સાથે બે થી ત્રણ કારખાનેદારોએ મામુલી રકમનો દંડ ભરીને કનેકશન કાયદેસર કરી લીધા છે અને લાઇનની નીચેથી કનેકશન લઇને બેફામ પાણી ચોરી કરે છે અને કોર્પોરેશન તંત્ર કંઇ કરી શકતુ પણ નથી. આમ જનતાને દંડ આપતી કોર્પોરેશનની ટીમોએ જે ખરેખર પાણીચોરી કરે છે તેને દંડ આપીને પોતાનું કામ દેખાડવું જોઇએ તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. (4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here