હવે ભ્રામક જાહેરાતો પ્રસારિત કરનારાની ખેર નથી: રૂ.10 લાખનો દંડ

હવે ભ્રામક જાહેરાતો પ્રસારિત કરનારાની ખેર નથી: રૂ.10 લાખનો દંડ
હવે ભ્રામક જાહેરાતો પ્રસારિત કરનારાની ખેર નથી: રૂ.10 લાખનો દંડ
ભ્રામક અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોને રોકવા તથા ગ્રાહકોનું શોષણ ન થાય અને એમના હિતોનું રક્ષણ થાય એ માટે સેન્ટ્રલ ક્ધઝ્યુમર પ્રોટેક્શન ઓથોરીટી (સીસીપીએ) એ આવી જાહેરાતો રોકવા નવી માર્ગદર્શીકા બહાર પાડી છે અને ગ્રાહકોનાં હિતોને જોખમમાં મુકનાર કંપનીઓને ભારે દંડ ફટકારવાનું નક્કી કર્યું છે.ગ્રાહક સુરક્ષાધારા 2019ની કલમ-18 દ્વારા સીસીપીએની મળેલી સતાઓનો ઉપયોગ કરીને માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ખાસ કરીને બાળકોની સંવેદનશીલતા અને નબળાઈને ધ્યાનમાં રાખીને તથા યુવા માનસ પર થતી જાહેરાતોની ગંભીર અસરને ધ્યાનમાં લઈને ખાસ નીતિ-નિયમો ઘડવામાં આવ્યા છે. બાળકોને લક્ષ્ય બનાવતી જાહેરાતમાં રમત- ગમત, સંગીત અથવા સિનેમા ક્ષેત્રની કોઈ વ્યક્તિને ઉત્પાદન માટે બતાવવામાં નહીં આવે. જાહેરાતોનાં કોઈપણ દાવા સંબંધમાં સામગ્રીની માહિતી છુપાવવાનો પ્રયાસ કરી નહીં શકાય.

નિર્માતા, સેવાપ્રદાતા, જાહેરાત કર્તા અને જાહેરાત એજન્સીની ફરજો માટે સ્પષ્ટ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. ગાઈડલાઈનનો ભંગ કરનાર માટે ભારે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. કોઈપણ ભ્રામક અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે ઉત્પાદકો, જાહેરાત કર્તાઓ અને સમર્થન આપનારાઓ પર રૂ.10 લાખ સુધીનો દંડ થઇ શકે છે. ફરીવાર ઉલ્લંઘન કરનાર પર રૂ.50 લાખનો દંડ થઇ શકે છે.

Read About Weather here

ભ્રામક જાહેરાતને સમર્થન આપનાર પર એક વર્ષનો પ્રતિબંધ લાગુ થશે. ત્યારબાદ ઉલ્લંઘન કરે તો ત્રણ વર્ષનો પ્રતિબંધ લાગુ થશે. સીસીપીએને લાગ્યું છે કે, આવી જાહેરાતો અતિશયોક્તિ ભરી હોય છે. કોઈપણ આરોગ્ય અથવા પોષણનાં દાવા અથવા લાભનાં દાવા માન્ય સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ કરાવ્યા વિના જાહેર કરવામાં આવે છે. ગાઈડલાઈન્સમાં સ્પષ્ટ દર્શાવ્યું છે કે, ગ્રાહકોને બિનસતાવાર દાવાઓ, ખોટી માહિતી, ખોટા દાવા વગેરેથી છેતરવામાં નહી આવે. આવી જાહેરાતો ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here