ભીડવાળી જગ્યાઓમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ?

ભીડવાળી જગ્યાઓમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ?
ભીડવાળી જગ્યાઓમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ?

દિવાળી ત્યોહાર આનંદથી ઉજવો, સાથોસાથ નિયમોનું પાલન કરો

ગુજરાતમાંથી કોરોના ગયો નથી સંભવિત ત્રીજી લહેરનો ભય પણ સામે ઉભો છે.

ત્યારે હજુ આગામી છ માસ સુધી સાવચેતી રાખવા અને કોરોનાને લગતી ગાઇડલાઇન્સનું પાલન કરવાની શહેરનાં નાગરીકોને અપીલ કરતા સમાજ સેવા સંગઠક યશવંત જનાણીએ જણાવેલ કે માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો, આપણે સૌએ દેશના વડાપ્રધાનની અપીલને અનુસરવુ જોઇએ.

Read Local News / Articles : Saurashtra , Gujarat

આજે સાર્વત્રીક જગ્યાઑમાં એવી રીતે નિરક્ષણ કરતા જાણવા મળે છે કે, મોટા ભાગના લોકો ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી.

શહેરમાં ચાલતી રીક્ષાઓના ડ્રાઇવર કે એસ.ટી.બસનાં ડ્રાઇવર કે કંડક્ટર માસ્ક પહેરતા નથી કે માસ્ક પહેરવા માટેની કોઇને સુચના આપતા નથી. રિક્ષાઓ કે બસમાં સેનેટાઇઝરનો ઉપયોગ પણ થતો નથી.

Read About Weather here

દિવાળીના તહેવારોમાં ભીડ વાળી જગ્યાઓમાં લોકોનો સમુહ એકઠો થાય છે ત્યારે એમ લાગે કે આપણે કોરોનાને આમંત્રણ નથી આપતા ને ? આથી જ એક સમાજ સેવા સંગઠક તરીકે નાગરીકોને અપીલ છે કે માત્ર છ માસ સુધી કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરો, માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો. તેમ જણાવ્યું છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here