ભાવ વધારાએ તેલ કાઢ્યું…!

ભાવ વધારાએ તેલ કાઢ્યું…!
ગૃહિણીઓ માટે રાહતના સમાચાર…
ઝાલાવાડમાં મુખ્યત્વે સિંગતેલ અને કપાસિયા તેલનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે હાલ 1 મહિનામાં સિંગતેલ અને કપાસિયા તેલ સહિતના તેલના ભાવોમાં સતત વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે, હાલમાં 1 મહિનામાં સિંગતેલના ભાવ પહેલાં રૂ. 2356 આસપાસ રહેતા હતા, તે રૂ. 2520 થઈ ગયા હતા. જિલ્લામાં હાલ ખાદ્યતેલમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે ત્યારે સતત ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે, જેમાં એક દિવસના જુદા જુદા તેલના વપરાશમાં જિલ્લાભરના લોકોના બજેટ પર રોજ રૂ. 11.60 લાખનો બોજો પડશે. પહેલાં સીંગતેલના ભાવ વધતાં લોકો કપાસિયા તેલ તરફ વળ્યા ત્યારે હવે કપાસિયા તેલના ભાવ પણ વધતાં મધ્યમ વર્ગના પરિવારોની મુશ્કેલી વધી ગઈ છે. એ જ રીતે કપાસિયા તેલના ભાવ રૂ. 2340 હતા, જે વધીને રૂ. 2550 થઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આમ કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ એકસરખા થઈ જતાં લોકો કયું તેલ ઉપયોગમાં લેવું તેની મુંજવણમાં મુકાઈ ગયા છે.હાલ જિલ્લામાં રોજના સિંગતેલ, કપાસિયા, સૂર્યમુખી, પામતેલ મળીને રોજ 2,000થી વધુ ડબાનું વેચાણ થતું હોય છે, જેમાં ભાવવધારાને કારણે લોકોને રોજ રૂ. 11,60,600નો આર્થિક બોજાનો સામનો કરવો પડી રહ્યો છે.હાલના સમયમાં રશિયા-યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિને કારણે આગામી સમયમાં તેલના ભાવોમાં વધારો થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. સસ્તા ભાવે તેલ વેચવાના બહાને ડિસ્કો તેલનું પણ વેચાણ થવાનો ભય લોકો વ્યક્ત કરી રહ્યા છે.

અગાઉ વર્ષ 2020માં આ રીતે તેલના ભાવોમાં 200થી 250 જેટલો વધારો જોવા મળ્યો હતો. આમ 2 વર્ષમાં તેલના ભાવોમાં 400થી 500નો વધારો થતા લોકોના બજેટ ખોરવાઈ ગયા છે કોરોનાકાળમાં આર્થિક માર સહન કર્યા પછી હવે મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગૅસ અને શાકભાજીના ભાવોમાં અસહ્ય વધારાનો માર સમ્યો નથી ત્યાં ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતાં હવે ઘર ચલાવવું ઘણું જ મુશ્કેલ બની રહ્યું છે.- ઇલાબેન પરમાર, ગૃહિણીઆગામી સમયમાં ગાંધીનગરથી ટીમ આવનાર છે.

Read About Weather here

જિલ્લામાં ખાદ્ય વસ્તુની સંગ્રહ ખોરી કરતા લોકો અને ભેળશેળ કરતા લોકો સામે કાર્યવાહી ચાલુ જ છે.હાલ આગામી તહેવારોને લઇ કાર્યવાહી પણ કરવામાં આવશે.જો કોઇ ભેળસેળ કરતા કે સંગ્રહ ખોરી કરતા જણાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે.આ વર્ષ બજારમાં કપાસ અને મગફળીની આવક ઓછી તથા પહેલાથીજ તેલના ભાવમાં વધારો થયો છે.આથી ઉત્પાદન તેલનું ઓછુ થતા ઓછો માલ બજારમાં આવે છે. ઉપરાંત ફ્યુઅલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન સહિતના કારણે વધારો થાય છે.જ્યારે પામ તેલ, સનફ્લાવર માટે માટે અમેરીકા, રશીયા,મલેશીયા સહિતના દેશો પર નિર્ભર ઇન્ટરનેશનલ કાચામાલની અધનતે લઇ ભાવ વધી રહ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here