એકતરફી પ્રેમમાં યુવક હિંસક બન્યો…!

એકતરફી પ્રેમમાં યુવક હિંસક બન્યો…!
એકતરફી પ્રેમમાં યુવક હિંસક બન્યો…!
પારડીના પરિયા વેલવાગડ તળાવ ફળીયામાં રહેતો સુનિલ જયેશ છીબુ પટેલ એક ગામની 17 વર્ષીય સગીરાને એક તરફી પ્રેમ કરતો હતો. થોડા દિવસો પહેલા એક તરફી પ્રેમમાં અંધ બેનલા સુરતના ફેનિલ નામના યુવાને ગ્રીષમાં નામની યુવતીને તેની માતા અને ભાઈ સામે રહેંસી નાંખી હતી જે ઘટનાની સાહી સુકાઇ નથી ત્યાં એક તરફી પ્રેમમાં પાગલ પારડી તાલુકાના એક ગામમાં યુવકે 17 વર્ષીય સગીરાના ઘરે ધસી જઈ તેની માતા અને કાકા તેમજ બહેન પર લાકડાં જેવા હથિયારથી જીવલેણ હુમલો કરી સગીરાને લઈ ભાગી ગયો હતો. સુરત જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે જિલ્લાની પોલીસ દોડતી થઇ હતી.પોલીસે ઘટનાની ગંભીરતા લઈ નાકા બંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.જે બાબતની જાણ બંનેના પરિવારને થતા છેલ્લા એક વર્ષથી કુટુંબના સભ્યો દ્વારા વારંવાર સમજાવવા છતાં સુનિલ પોતાની જીદ છોડવા તૈયાર ન હોય અને સગીરાના પરિવારને જાનથી મારી નાખી ને પણ હું આને લઈ જઈશ એવી ધમકી આપતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

શુક્રવારે યુવકે સગીરાના ઘરે પાછળથી પ્રવેશી સગીરાની માતા અને કાકા તેમજ એક બહેન પર લાકડાં જેવા સાધન વડે જીવલેણ હુમલો કરી તમામને માથામાં, પગમાં તથા હાથમાં ફટકા મારી સગીરાને લઈ ઘરની નજીક આવેલી એક વાડીમાંથી ભાગી ગયો હતો. હુમલામાં ઘાયલ તમામને 108 દ્વારા સારવાર અર્થે પારડીની મોહન દયાળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.પારડી પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ તથા તેમના ડી સ્ટાફ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. છેલ્લા એક વર્ષથી એક તરફી પ્રેમની બંને કુટુંબને જાણ હોવા છતાં સમાજમાં ઈજ્જત જવાના ડરે પોલીસને જાણ ન કરતા આજે તેનો આ અંજામ આવ્યો છે.સગીરાના પિતા સાથે દિવ્ય ભાસ્કરે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ યુવાન છેલ્લા એક વર્ષ થી હેરાન કરતો હતો.

Read About Weather here

આ બાબતે યુવાનના પિતા સાથે ફોન પર વાત થઈ હતી ત્યારે તેમના ફોન થી યુવાને વાત કરી મને અને મારી પત્નીને મારી નાંખવાની ક્યાં તો બીજા પાસે મર્ડર કરાવી દઇશની ધમકી આપતો હતો. અને તમારી દીકરીને હું લઈ જઈશ જ એવું કહેતો અમે નાના ગરીબ માણસ છીએ અમે શું કરી શકીએ એવું કહી રડી પડ્યા હતા.સગીરાને શોધવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.પારડી પોલીસ સહિત LCB અને SOGની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. સુરત જેવી ઘટના ન બને તે માટે પી.એસ.આઈ કે.એમ.બેરિયા. તાત્કાલિક ડી સ્ટાફના ટીમના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વાડી માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વાડી મોટી હોવાથી સર્ચ માટે પોલીસની ટીમ નાની પડતા પારડી પોલીસે અન્ય પોલીસ મથકો પાસેથી પોલીસ મંગાવી છે.નાકાબંધી સાથે વાડીમાં સર્ચ કરવા ડ્રોનનો ઉપયોગ કરી શોધખોળ હાથ ધરવામાં આવ્યું છે. આરોપીને પકડવાના પ્રયાસો ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here