બ્લેક સ્નોફોલ…!

બ્લેક સ્નોફોલ...!
બ્લેક સ્નોફોલ...!
રશિયાના ફાર ઇસ્ટમાં સાઇબિરીયાના મગાડન પ્રદેશમાં ઓમસુકચન(Omsukchan)ના સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમના બાળકો રાખ અને કાળા બરફથી ઢંકાયેલા રમતના મેદાનોમાં બ્લેક સ્નોફોલ રમતા હતા. રશિયામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

અહીંના એક દૂરના ગામના રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે તેઓ પ્રદૂષિત શિયાળાનો સામનો કરી રહ્યા છે. જેના કારણે સફેદ બરફ પડવાને બદલે કાળો બરફ (રશિયામાં બ્લેક સ્નોફોલ) પડી રહ્યો છે. આ ગામમાં કોલસાથી ચાલતો ગરમ પાણીનો પ્લાન્ટ છે, જે અહીંના ચાર હજાર લોકોને જરૂરી ગરમી પૂરી પાડે છે. પરંતુ તેમાથી નીકળતો કાળો કલર અને ધૂળના કારણે પ્રદુષણમાં પણ વધારો થયો છે. ઠંડીથી વસેલ આ વિસ્તારમાં કાળો બરફ પડ્યો છે.

Read About Weather here

જાન્યુઆરી મહિનો છે અને બાળકો અહીં કાળા બરફમાં રમી રહ્યા છે. આ રીતે અમે અહીં 21મી સદીમાં જીવી રહ્યા છીએ. અન્ય એકે કહ્યું, આ ઓમસુકચન ગામ છે અને બરફ કાળો છે, સંપૂર્ણ કાળો.સ્ટાલિન અહીં રાજકીય કેદીઓને બળજબરીથી મજૂરી કરાવવા મોકલતો હતો. એક રહેવાસી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, ઓમસુકચન ગામમાં બર્ફ જામેલી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here