ક્રિપ્ટો પ્લેટફોર્મ હેક…!

સાયબર ક્રાઇમ
સાયબર ક્રાઇમ
ક્યુબિટ ફાઈનાન્સે આ હેકિંગની પુષ્ટિ કરતા કહ્યું છે કે, હેકર્સએ બાઈનાન્સ સ્માર્ટ ચેઈન (બીએસસી) પર ઉધાર લેવા માટે અસીમિત એક્સપ્લોસિવ એથેરિયમનું માઈનિંગ કર્યું હતું. હાલ અમારી ટીમ ભવિષ્યમાં વધુ સુસજ્જ સિક્યુરિટી માટે નેટવર્ક પાર્ટનર સાથે મળીને કામ કરી રહી છે. હેકર્સ ડિસેન્ટ્રલાઈઝ્ડ ફાઈનાન્સ અને ક્યુબિટ ફાઈનાન્સમાંથી આઠ કરોડ ડોલર એટલે કે આશરે રૂ. 600 કરોડની ક્રિપ્ટો કરન્સી ચાંઉ કરી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

હવે આ કંપનીઓ હેકર્સએ ચોરી કરેલી ક્રિપ્ટો કરન્સી પાછી મેળવવા આજીજી કરી રહી છે. આ છેલ્લાં વર્ષોમાં થયેલી સૌથી મોટી સાઈબર ચોરી પૈકીની એક છે.ક્યુબિટ ફાઈનાન્સની ટીમે સીધા હેકર્સ સાથે સંપર્ક કરીને તેમની સાથે વાતચીત કરવાનું કહ્યું છે, જેથી ક્યુબિટ યુઝર્સને ઓછામાં ઓછું નુકસાન થાય. આ સાથે કંપનીએ હેકર્સને ફંડની વાપસી કરે તો મહત્તમ ખંડણી ચૂકવવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ રકમ બગ બાઉન્ટી તરીકે પણ ઓળખાય છે.

આ એક એવો નાણાકીય રિવોર્ડ છે, જે એથિકલ હેકર્સને એપ્લિકેશન/સિસ્ટમમાં સુરક્ષાને લગતી ખામી શોધવા બદલ અપાય છે. બગ બાઉન્ટી પ્રોગ્રામ હેઠળ વિશ્વની અનેક કંપનીઓ સમયાંતરે પોતાની સિસ્ટમની સુરક્ષા સુધારવાના હેતુથી હેકર્સને ફાયદો ઉઠાવવાની મંજૂરી આપે છે. ક્યુબિટ વિવિધ બ્લોકચેઈન્સ વચ્ચે બ્રિજ સર્વિસ આપે છે. એટલે કે જો તમે એક ક્રિપ્ટોકરન્સીમાં ડિપોઝિટ કરો છો, તો બીજી ક્રિપ્ટો કરન્સીમાંથી તે નીકાળી શકો છો.ક્રિપ્ટો બ્રિફિંગના

મતે, 2020માં બાઈનાન્સ સ્માર્ટ ચેનના લૉન્ચ પછી અનેક ડીફાઈ પ્રોજેક્ટ્સે હેકિંગનો સામનો કરવો પડ્યો છે. તેમાં ગયા વર્ષે એપ્રિલમાં યુરેનિયમ ફાઈનાન્સ વિરુદ્ધ રૂ. 375 કરોડનું હેકિંગ અને મે મહિનામાં વિનસ ફાઈનાન્સ વિરુદ્ધ રૂ. 660 કરોડનું હેકિંગ સામેલ છે. ડીફાઈ એક ઊભરતી ફાઈનાન્સિયલ ટેક્નોલોજી છે, જે સુરક્ષિત ડિસ્ટ્રિબ્યુટેડ બ્લોકચેઈન લેજર્સ પર આધારિત છે. આ વિચિત્ર કિસ્સો ક્રિપ્ટો પ્લેટફોર્મ પોલી નેટવર્ક પર બન્યો હતો.

Read About Weather here

ત્યારે હેકર્સએ પોલી નેટવર્કમાંથી 4,528.95 કરોડ રૂ. ના ઈથેરિયમ, બીએસસી અને પોલીગોનની ચોરી કરી હતી. જોકે, બીજા જ દિવસે કંપનીએ માહિતી આપી હતી કે લૂંટનો 35.44 કરોડ રુ.ની વસૂલ કરવામાં આવ્યો હતો. જે કુલ ચોરીના માત્ર 7.81 ટકા હતો. ક્રિપ્ટો કરન્સીમાં તેનો ઉપયોગ થાય છે.આ અગાઉ હેકર્સ્સે 12 ઓગસ્ટ 2021ના દિવસે 4500 કરોડ રુપિયાની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી હતી અને પછી બીજા જ દિવસે તેમાંથી કેટલીક પરત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here