યુક્રેનના સૈનિકો તો દેશ માટે મરી ફીટવા તૈયાર જ છે અને પૂરી તાકાતથી રશિયન સૈન્યને જવાબ આપી રહ્યા છે પણ તેમની સાથે યુક્રેનના નાગરિકોએ પણ યુદ્ધમેદાનમાં ઝંપલાવવાનું શરૂ કર્યું છે. રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના આદેશથી રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યાને ચાર દિવસ વીતી ગયા છે અને યુક્રેનમાં તબાહીનાં ચોમેર દૃશ્યો જોવા મળી રહ્યાં છે, પરંતુ યુક્રેનના જોશ, સાહસ અને હિંમતનો એક કાંગરો પણ હજુ ખર્યો ન હોય એવું અહેવાલો પરથી પ્રતીત થાય છે.
Visit Saurashtra Kranti Homepage here
રસપ્રદ એ છે કે આ યુદ્ધમાં રશિયનોને જડબાંતોડ જવાબ આપવા કોમળ હાથોએ પણ શસ્ત્ર ઉઠાવી લીધા છે. બ્યૂટી-ક્વીનથી લઈને મહિલા સાંસદ સુધીની મહિલાઓએ પણ યુદ્ધમાં ઝુકાવ્યું છે. હાલમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર, યુક્રેનની બ્યૂટી-ક્વીન પૂર્વ મિસ યુક્રેન રહેલી એનેસ્ટેસિયા લીનાએ યુક્રેન આર્મી સાથે જોડાઈને રશિયન સૈનિકોને જવાબ આપવાનો નિર્ણય કર્યો છે તો યુક્રેનના મહિલા સાંસદ કિરા રુડિકે પણ હાથમાં કાલાશનિકોવ રાઈફલ ઉઠાવી લીધી છે.યુક્રેનની પૂર્વ મિસ યુક્રેન રહી ચૂકેલી એનેસ્ટેસિયા લીનાએ દેશના રક્ષણ માટે રશિયન સેના સામે હથિયાર ઉઠાવી લીધા છે.
પોતાના સૌંદર્યનો જાદુ ફેલાવનાર આ સુંદરી હવે પોતાના શૌર્યનો પણ પરિચય આપવા કટિબદ્ધ બની છે અને અત્યાર સુધી હાઈ હિલ્સ પહેરનારી એનેસ્ટેસિયા લીના હવે કોમ્બાટ શૂઝમાં સજ્જ જોવા મળે છે. એનેસ્ટેસિયા લીના માતૃભૂમિની રક્ષા માટે હવે યુક્રેન આર્મીમાં જોડાઈ ગઈ છે.થોડા સમય પહેલા જ અહેવાલો મળ્યા હતા કે યુક્રેનના રાષ્ટ્રપતિ ખુદ પણ પોતાના દેશના આર્મી જવાનોની સાથે રણમેદાનમાં રશિયન સૈન્યનો સામનો કરવા ઉતરી પડ્યા છે. ત્યારે યુક્રેનના એક મહિલા સાંસદ પણ હાથમાં ઘાતક કાલાશનિકોવ રાઈફલ સાથે યુદ્ધ માટે સજ્જ થયા છે.
Read About Weather here
કિરા રૂડિકે કહ્યું હતું કે હજુ થોડા દિવસ અગાઉ જ કાલાશનિકોવ રાઈફલ ચલાવતા શીખી પણ ત્યારે ખ્યાલ નહોતો કે ટૂંક સમયમાં તેનો ખરો ઉપયોગ કરવાનો આવશે. તેમણે કહ્યું હતું કે અમારા દેશની મહિલાઓ પણ સાહસિક છે અને પુરુષોની જેમ જ માતૃભૂમિના રક્ષણ માટે યુદ્ઘના મેદાનમાં ઊતરી રહી છે. યુક્રેનની વોઈસ પાર્ટીના નેતા અને મહિલા સાંસદ કિરા રૂડિકે કહ્યું હતું કે હાથમાં રાઈફલ હોવાથી તેમને રશિયનોને પાછા હટાવી શકાશે એવી આશા જાગે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here