પિતાએ કામધંધાનું કહેતા પુત્રએ ખાસ મિત્ર સાથે ટ્રેન નીચે પડતું મુક્યું

પિતાએ કામધંધાનું કહેતા પુત્રએ ખાસ મિત્ર સાથે ટ્રેન નીચે પડતું મુક્યું
પિતાએ કામધંધાનું કહેતા પુત્રએ ખાસ મિત્ર સાથે ટ્રેન નીચે પડતું મુક્યું
રાણપુર તાલુકાના આળવ ગામના ભરતભાઈ અજુભાઈ બાવળીયાનો દીકરો જયેશ અને તેનો મિત્ર રાહુલ ભરતભાઈ સલીયા બંને (ઉ.વ.20) બંને એક બીજાના ખાસ મિત્રો હતા અને કાયમ સાથે જ રહેતા હતા. રાણપુર તાલુકાના અળવ ગામના કોળી પટેલ 20 વર્ષીય બે યુવાનો જયેશભાઈ ભરતભાઈ બાવળીયા અને રાહુલભાઇ ભરતભાઇ સલીયા બંને ખાસ મિત્રો હતા અને અવાર નવાર સાથે ગામમાં હરતા-ફરતા જયેશભાઈના પિતા ભરતભાઈએ ગામમાં આટા ફેરા મારવા કરતા ખેતીકામમાં મદદ કરવાનું કહેતા

Visit Saurashtra Kranti Homepage here

અને અવાર નવાર આ બાબતે ખેતીમાં મદદ કરવા બાબતે ઠપકો આપતા કુંડલી ફાટક પાસે ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કરતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.તા.25/2/22ના રોજ રાત્રે 9.00 કલાકે જયેશ બાવળીયા અને રાહુલ સલીયા બંને જયેશ બાવળીયાના ઘરે ગયા હતા ત્યારે જયેશના પિતા ભરતભાઈ બાવળીયાએ બંનેને ક્યા હતા અને ક્યાંથી આવો છો. તેવું પૂછતા બંને મિત્રોએ જણાવ્યું હતું કે અમે ગામમાં જ હતા જેથી ભરતભાઈ કહ્યું હતું કે તમે બંને આખો દિવસ આટા મારો છો ગમે ત્યાં ફરો છો કઈ કામ ધંધો કરતા નથી અને મારો દીકરો પણ તારી સાથે ફરે છે

Read About Weather here

અને મને ખેતી કામમાં મદદ કરાવતો નથી.જેથી તમે બંને કામ ધંધો કરવા માંડજો તેવું કહેતા બંને મિત્રો જયેશ અને રાહુલ ઘરેથી નીકળી ગયા હતા. આ ઘટના અંગે રાણપુર પોલીસને જાણ થતા પી.એસ.આઈ. એસ.એચ.ભટ્ટ અને પોલીસ સ્ટાફનાં માણસો ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી.બંને મિત્રોએ તા.25ના રોજ રાત્રે ઘરેથી નીકળી ગયા હતા અને તા.26નાં રોજ વહેલી સવારે 4.00 પહેલા કુંડલી ગેટ ફાટક પાસે રાણપુરથી બોટાદ જતી ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કરતા સમગ્ર રાણપુર પંથકમાં ચકચાર અને શોકનું મોજું ફરી વળ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here