યુનિવર્સિટી રોડ રોયલ પાર્કમાં રહેતા મૂળ રાજસ્થાનના અને હાલ જામરાવલની બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સૌરભભાઇ જગદીશપ્રસાદ સિંઘલ(ઉ.વ.38)ના મકાનમાંથી રૂ.93,300ના દાગીનાની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ અંગે યુનિવર્સિટી પોલીસના પીએસઆઈ એમ.આર.ઝાલા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
સૌરભભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે,હું છેલ્લા દસેક મહિના થી મારા પરિવાર સાથે ભાડેથી રહુ છુ અને હુ દેવભુમી દ્વારકા જીલ્લાના જામરાવલ ખાતે બેક ઓફ ઇન્ડીયાની બ્રાંચ ખાતે મેનેજર તરીકે નોકરી કરુ છુ મારા પરિવાર મા પત્નિ અનિષા અને એક દીકરો સ્વસ્તિક એમ બધા સહ પરિવાર રહીએ છીએ.મારા પત્નિ તથા પુત્ર થોડા સમય થી વેકેશન કરવા ગયેલ છે.ગઈ તા.30/05ના રોજ ચાલુ રાત્રી ના એકાદ વાગ્યે હુ ટ્રેનમાં પોરબંદર જવા રવાના થયેલ હતો.મારે જામ રાવલ ખાતે ટ્રાન્સફર થઈ જતા પોરબંદર જવા નીકળેલ હતો અને મારા ઘરમાં મારો બધો કિમતી સમાન ઘરે હું રાખીને લોક કરી ને નીકળેલ હતો. મારા ઘરમા મારા પત્નિ ના તથા અન્ય ચીજ વસ્તુ હુ ઘરે મારા ઘર ના કબાટ મા રા ખી ને ગયેલ હતો.
Read About Weather here
ગઈ કાલ તા.02/06 ના સવારના સાડા છએક વાગ્યાના સુમારે હુ જામરાવલ ખાતે હતો ત્યારે મારા પાડોશી ભાવેશભાઇનો મને ફોન આવેલ અને કહેલ કે તમારા ઘર મા કોઇ ચોરી જેવો બનાવ બનેલ છે.જેથી તમે આવી જાઓ.જેથી હું તુરંત રાજકોટ આવી ગયેલ અને મારા ઘરે આવી જોયેલ તો ઘર નો મેંઈન ગેઇટ નુ તાડુ તુટેલી હાલતમા જોવામા આવેલ અને ઘરની અંદર જઈને જોયેલ તો ઘરમાં રહેલ કબાટ તુટેલી હાલતમાં હતો અને તેની અંદર આવેલ તીજોરીમાં મે રાખેલ કીમતી સામાન પણ જોવામા નહી આવતા કોઇ કરી લઇ ગયા નુ જાણવા મળ્યું હતું. જેથી મે તુરંત મારા પત્ની ને ઘરમા શુ કિંમતી સામન હતો તેના વિશે પૂછેલ તો મારા પત્નિ એ જણાવેલ કે કબાટ ની તીજોરી મા સોનાનો મંગલસુત્ર પેડેટ સાથે કુલ 18 ગ્રામ નો જેની આશરે કિ.રૂ. 51,000,એક સોનાનો ચેન 05 ગ્રામ જેની આશરે .14,400,એક સોનાની વીટી 4.5 ગ્રામ ની જેની આશરે કિ.રૂ. 12,900 તથા પરચૂરણ ચાંદી ની વસ્તુ 10 નંગ તથા પાયલ 3 જોડ જેની આશરે કિ.રૂ.15,000 ની હતી.આ તમામ ઘરેણા કબાટ મા રાખેલ હતા જે તમામ કબાટ માથી ચોરી થઈ ગયાનું જાણવા મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here