બીજી વખત વીજ ચોરીના આરોપસર પકડાયેલાને 2 માસની કેદની સજા

બીજી વખત વીજ ચોરીના આરોપસર પકડાયેલાને 2 માસની કેદની સજા
બીજી વખત વીજ ચોરીના આરોપસર પકડાયેલાને 2 માસની કેદની સજા

ત્રણ ગણો દંડ પણ ફટકારવાનો રાજકોટની અદાલતનો નોંધપાત્ર દાખલા રૂપ ચુકાદો

જસદણ તાલુકાના ખારચીયા હનુમાન ગામે વાડી ધરાવતા વાડી માલીક સામે વીજચોરીનો બીજી વખતનો કેસ નોંધાતા રાજકોટની અદાલતે ખુબ જ કડક, નોંધપાત્ર અને દાખલા રૂપ ચુકાદો આપ્યો છે

Visit Saurashtra Kranti Homepage here

અને વીજ ચોરીના બીજી વખતના આરોપસર તોહમતદારને બે માસની કેદની સજા તથા વીજ ચોરીની રકમનો ત્રણ ગણો રકમ ચુકવવાનો હુકમ કર્યો છે. રાજકોટની અદાલતના આકરા ચુકાદાથી વીજ ચોર તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

આ કેસની વિગત મુજબ ખારચીયા હનુમાન ગામમાં પોતાની વાડીમાં મનજી મુળજીભાઇ વાછાણી નામનો વાડી માલીક વીજ વાયર પર લંગર નાખી વીજ ચોરી કરતો હોવાની દિનેશભાઇ મોહનભાઇ કમાણીએ ફરીયાદ નોંધાવી હતી.

જેના પગલે વીજ કચેરીના અધિકારી મહેશભાઇ પીઠાભાઇ દાફડા અને જે.આર.ભટ્ટે આરોપીની વાડીએ ચેકિંગ કરતા વીજ ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું. આથી આરોપી સામે જીઇબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.

સદરહું ફરિયાદના અનુસંધાને પોલીસે વીજ ચોરી બદલ મનજી મુળજી વાછાણીની ધરપકડ કરી હતી અને નામદાર કોર્ટમાં ચાર્જસીટ રજૂ કર્યુ હતું. કેસમાં દલીલો દરમ્યાન તપાસ અધિકારી દિગ્વીજયસિંહ નટવરસિંહ ચુડાસમાએ અદાલતમાં તમામ હકીકતો જણાવી હતી.

આરપીએ વીજ ચોરીના પ્રથમ વખતના ગુન્હામાં દંડની જરૂરી રકમ ભરી આપી હતી. પણ આ વીજ ચોરીનો બીજી વખતનો ગુન્હો હતો. અદાલતે ફરીયાદી અને વીજ અધિકારીઓ તથા સાહેદોની જુબાની માની લઇ હુકમ કર્યો હતો

કે, આ કેસ બીજી વખતની વીજ ચોરીનો છે જેમાં વીજ ચોરીની રકમથી છ ગણો વધુ દંડ વસુલ કરવાની કાયદામાં જોગવાઇ છે. હાલ આ કેસમાં વીજ ચોરીની રકમ રૂ.22913 તેથી આરોપીને સબક મળે એ માટે થઇ રૂ.68793 ત્રણ ગણો દંડ થાય છે.

પણ આરોપીએ રૂ.22913 જમા કરાવ્યા હોવાથી બાકીની રકમ રૂ.45826.40 પૈસા ભરી આપવાના રહેશે અને બે માસની સજા ફટકારવાનો અદાલતે હુકમ કર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ 15 દિવસની કેદ સજાનો આદેશ કર્યો હતો.

કામદાર અદાલતે ઠરાવ્યું હતું કે આવા કેસમાં સજાની જોગવાઇ ત્રણ વર્ષની છે પણ આરોપીની 72 વર્ષની છે અને નિવૃત છે એટલે અદાલતે 2 માસની સજા કરી માનવીય અભિગમ અપનાવ્યો છે.

Read About Weather here

આ કેસમાં મુળ ફરીયાદી પીજીવીસીએલ વતી ધારાશાસ્ત્રી જીતેન્દ્ર એમ મગદાણી રોકાયેલા હતા. સરકાર પક્ષે અધિક સરકારી વકિલ એ.એસ.ગોગીયા તથા રક્ષીત કલોલા રોકાયેલા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here