‘બિગ બોસ’માં તમામ હદ પાર !

'બિગ બોસ'માં તમામ હદ પાર !
'બિગ બોસ'માં તમામ હદ પાર !

આગામી એપિસોડમાં પ્રતીક ગાર્ડન એરિયામાં બનેલા બાથરૂમનું લૉક તોડવાનો પ્રયાસ કરે છે. આ સમયે બાથરૂમમાં વિધિ પંડ્યા ન્હાતી હતી.

બાથરૂમમાંથી બહાર આવ્યા બાદ વિધિએ પ્રતીકની ફરિયાદ ઘરના અન્ય સભ્યોને કરી હતી. ત્યારબાદ આખા ઘરમાં પ્રતીક વિરુદ્ધ માહોલ બની ગયો હતો. પ્રતીકના આ વર્તન પર આખું ઘર તેની વિરુદ્ધમાં જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

તમામે તેને ખરું-ખોટું સંભળાવ્યું હતું. માનવામાં આવે છે કે ‘વીકેન્ડ કા વાર’માં સલમાન ખાન પણ તેને આડેહાથ લેશે.

‘બિગ બોસ 15’માં સ્પર્ધક પ્રતીક સહજપાલે પોતાના માટે એક નવી મુશ્કેલી ઊભી કરી છે. ટાસ્ક જીતવાના ચક્કરમાં તેણે તમામ હદો પાર કરી નાખી છે. લાગે છે કે પ્રતીક સારા અને ખોટા વચ્ચેનું અંતર જ ભૂલી ગયો છે.

વિધિએ ગાર્ડન એરિયામાં પ્રતીકને તેની આ હરકત અંગે સવાલ કર્યો હતો કે જ્યારે બાથરૂમમાં કોઈ હતું ત્યારે તે કેમ લૉક તોડતો હતો. તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા પણ પ્રતીકને ઘણું જ બોલ્યા હતા.

તેજસ્વીએ કહ્યું હતું કે પ્રતીકની દાનત ભલે ખરાબ ના હોય, પરંતુ તેને જે કર્યું તે યોગ્ય નથી. આવી બાબતો કોઈ પણ યુવતી માટે ડરામણી છે.

પ્રતીકે પોતાના બચાવમાં કહ્યું હતું કે તેને કોઈ ફેર પડતો નથી કે બાથરૂમમાં કોઈ હતું કે નહીં.

પ્રતીકની આ વાત કરન કુંદ્રાને બિલકુલ પસંદ આવી નહોતો. તેણે પ્રતીકને આડેહાથ લેતા કહ્યું હતું કે આવું કોઈ પણ યુવતી સાથે કરવાની જરૂર નથી.

Read About Weather here

મૂળ ગુજરાતી વિધિ પંડ્યા ‘એક દૂજે કે વાસ્તે 2’, ‘ઉડાન,’ ‘બાલિકા વધૂ’ જેવી સિરિયલમાં જોવા મળી હતી, જ્યારે ‘બિગ બોસ OTT’માં જોવા મળેલો પ્રતીક ટીવી એક્ટર, મોડલ, એથલીટ તથા ફિટનેસ ટ્રેનર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here