બરસાત કે મૌસમ મેં, તન્હાઇ કે આલમ મેં, દારૂ પકડ કે આયા 14 પેટી ચુરા લાયા…??

બરસાત કે મૌસમ મેં, તન્હાઇ કે આલમ મેં, દારૂ પકડ કે આયા 14 પેટી ચુરા લાયા…??
બરસાત કે મૌસમ મેં, તન્હાઇ કે આલમ મેં, દારૂ પકડ કે આયા 14 પેટી ચુરા લાયા…??
રાજકોટ શહેરના મોરબી બાયપાસ રોડ, આસ્થા સાંગ્રીલા રેસીડન્સી તરફ જતા રસ્તા ઉપરથી ટ્રાન્સપોર્ટના પાર્સલની આડમાં ગે.કા.વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. વિદેશી દારૂની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને વધુને વધુ કેશો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.જાડેજા તથા પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ધોળાના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર કે.ડી.પટેલ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા

Visit Saurashtra Kranti Homepage here

દરમ્યાન પો.હેડ કોન્સ મહેન્દ્રસિંહ ડોડીયા, વિજયરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. મુકેશભાઇ ડાંગર ને મળેલ ચોક્કસ હકીકત આધારે મોરબી બાયપાસ રોડ, આસ્થા સાંગ્રીલા રેસીડન્સી તરફ જતા રસ્તા ઉપરથી ટ્રાન્સપોર્ટના પાર્સલની આડમાં ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક સાથે વિનોદસિંહ રાવત થાણા (રાજસ્થાન), જયેશ ભોજાભાઈ માતંગ જામનગર, સમરસિંહ રાવત(રાજસ્થાન) આરોપીઓને પકડી પાડી બ્લેક જગુઆર રમ બોટલ નંગ -792, વાઈટ લાઈવ વોડકાની બોટલ નંગ-216 50-50 ત્રિપલ એકસ રમ બોટલ નંગ- 84, રોયલ ક્લાસીક વ્હિસ્કી પાઉચ નંગ -768, એક ટ્રક, બે ફોન સહિત કુલ 20,23,600 નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Read About Weather here

મોટા જથ્થામાં દારૂ ઝડપ્યો તે સારી બાબત ગણી શકાય રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અભિનંદનને લોકો ગણતા હશે પણ કદાચ તેને પરદા પાછળની રમતની ખબર નહી હોય!! પણ બજારમાં એક એવી ચર્ચાએ જોર પકડ્યુ છે કે ક્રાઇમ બ્રાન્ચે પકડેલ દારૂ કે જે બતાવેલ છે તે જોઇએ તો 102 પેટીની આજુ બાજુ થાય છે જ્યારે હકીકત કંઇક અલગ સામે આવવાની તૈયારીઓ છે. હકીકતમાં તે દારૂની 116 પેટી હતી પરંતુ ક્રાઇમ બ્રાન્ચે પેટીઓ જાહેર કરવાને બદલે નંગમાં સંખ્યા જાહેર કરીને ટીમોએ કરેલ કરતુત છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ કહેવત છે ને ખોટુ વધુ સમય ટકી શકતું નથી. ત્યારે 14 બોટલ દારૂ ઓછો દર્શાવવા પાછળનું કારણ શું તે જાણવું ખુબ જ જરૂરી છે. અને આ અંગે ઉચ્ચ અધિકારીઓએ ગંભીર નોંધ લઇને કાર્યવાહી પણ કરવી જરૂરી છે કારણકે જો કોઇ કાર્યવાહી ન થાય તો અન્ય ટીમો પણ શીખ લઇને આવા કરતુત કરતા સહેજ પણ ડરશે નહીં અને બીજી વાત એ કે આ 14 પેટી દારૂ ક્યાં ગયો?? શું બાતમીદારને 14 પેટી આપીને રાજી કરવામાં આવ્યો કે પછી અન્ય કોઇ ઉપયોગ કરવામાં આવ્યો તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here