ભાજપ અડવાણી અને કેશુબાપાનું ન થયું તો પ્રજાનું કયાથી થશે?: લલિત કગથરા

ભાજપ અડવાણી અને કેશુબાપાનું ન થયું તો પ્રજાનું કયાથી થશે?: લલિત કગથરા
ભાજપ અડવાણી અને કેશુબાપાનું ન થયું તો પ્રજાનું કયાથી થશે?: લલિત કગથરા
રાજકોટમાં આજે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય લલિત કગથરા તથા કાર્યકારી પ્રદેશ પ્રમુખ ઋત્વિક મકવાણા સહિત શહેર કોંગ્રેસના અગ્રણીઓ આજે સૌરાષ્ટ્ર ક્રાંતીની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. ત્યારે લલીત કગથરા અને ઋત્વિક મકવાણાએ ભાજપ પર આકાર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે છતાં પણ ભાજપના સત્તાધિશો વારંવાર એવું બોલે છે કે 20 વર્ષથી ભાજપનું શું શાસન છે. મારો ભાજપની સરકારને એક પ્રશ્ર્ન છે કે,સરકાર 20 વર્ષના શાસનને સુશાસન કહે છે, તો કેશુબાપાનું 7 વર્ષનું શાસન શું કુશાસન હતું ?’

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ એવા દીકરા છે જે પોતાના બાપને ગણે પણ નહીં. કેશુભાઈ પટેલને ખંભે બેસીને ભાજપની આ સરકારે ગાંધીનગરને સર કર્યું છે છતાં આજે ભાજપના સત્તાધિશો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ભૂલી ગયા છે. તેઓ લાલકૃષ્ણ અડવાણીને પણ ભૂલી ગયા છે. તો ગુજરાતની જનતાને શું યાદ રાખશે. આગામી સમયમાં અમે સૌરાષ્ટ્રના લોકો પાસે આ મુદ્દો લઇને જશું.

Read About Weather here

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રસ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બેરોજગારી, ખેડૂતો પરેશાન, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ લઈને અમે ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ અંગે લોકોને જાગૃત કરશું. આ બાબતે સૌરાષ્ટ્રમાં પ્રવાસો કરશું. કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ઋત્વિક મકવાણાએ જણાવ્યું હતું કે, રૂપિયો નબળો પડ્યો છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો અને મોરબીમાં 1000 સીરામીક ફેકટરીઓ બંધ થઈ ગઈ છે. ભાજપમાં સંગઠનમાં પણ માત્ર એક બે વ્યક્તિ પાસે જ નિર્ણય લેવાની સત્તા છે. મુખ્યમંત્રીથી લઈને જિલ્લા પંચાયત પ્રમુખ પાસે સ્વૈચ્છિક નિર્ણય લેવાની સતા હોવી જોઇએ. ભાજપ કાર્યકરો અને પદાધિકારીઓ કોઈ જ નિર્ણય લઈ શકતા નથી.(4.5)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here