બંધ રૂમનો વીડિયો ઉતારવા પાછળ બ્લેકમેઇલનો બદ ઇરાદો? તપાસ જરૂરી

બંધ રૂમનો વીડિયો ઉતારવા પાછળ બ્લેકમેઇલનો બદ ઇરાદો? તપાસ જરૂરી
બંધ રૂમનો વીડિયો ઉતારવા પાછળ બ્લેકમેઇલનો બદ ઇરાદો? તપાસ જરૂરી

શહેરની ફાઈવસ્ટાર હોટલનાં વીડિયોમાં નવો ફણગો!
નરી આંખે ન દેખાય તેવી ઘટનાને માઈક્રો કેમેરાથી શૂટ કરી કોઈની પ્રાઇવેટ લાઈફમાં દખલ કરવી ગુન્હો નથી?
શહેરમાં રોજ બરોજ ઘણા ગંભીર ગુના બને છે: પોલીસ આવી બાબતમાં દોડી જઈ શરમજનક સ્થિતિમાં મુકાઇ!

રાજકોટની એક ફાઈવ સ્ટાર હોટલનાં બંધ રૂમમાં ચાલતો ડાન્સથી ભારે ચર્ચા જાગી છે. પોલીસ પણ જાણે કોઈ ગંભીર ગુનો બની ગયો હોય તેમ દોડી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

એ પણ સાદી પોલીસ નહીં ક્રાઈમ બ્રાંચની જવાબદાર ટીમ દોડી ગઈ હતી. કોઈ હોટલમાં બંધ રૂમમાં નરી આંખે ન દેખાય તેમ કોઈ પોતાની પ્રાઇવેટ લાઈફ જીવતો હોય તો કાયદાની કંઈ ધારાનો ભંગ થાય એવો સવાલ જાણકાર લોકો ઉઠાવી રહ્યા છે.

અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે રૂમમાં થતો ડાન્સ નરી આંખ દેખાય તેવો નથી. વીડિયો શૂટ કરવા માટે ઝૂમ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાય છે.

વિડીયો બનાવનાર આ રીતે કોઈની બારીમાં તાકાઝાકી કરે તેને કાયદાનું વિરુધ્ધનું કામ ન ગણાય એવો સવાલ કાયદાવિદ ઉઠાવી રહ્યા છે. હોટલ વિડીયો કાંડમાં પોલીસ ઘણી ગંભીરતાથી જો કોઈ તપાસ કરવી હોય તો એ બાબત છે

કે, આ રીતે માઈક્રો કેમેરાનો ઉપયોગ કરીને કોઈની પ્રાઇવેટ લાઈફનો ભંગ કરનાર બ્લેક મેઈલર કોણ છે? આવા માઈક્રો કેમેરાનો ઉપયોગ કરીને તેણે અત્યાર સુધી કેટલા વિડીયો ઉતાર્યા છે? અને કેટલા લોકોની જિંદગી ધૂળઘાણી કરી?

અને કેટલા લોકો પાસેથી નાણાની ઉઘરાણી કરી એ દિશામાં ગંભીર તપાસ થવી જોઈએ. તદ્દઉપરાંત આ વિડીયો ઉતારનાર કેમેરા જપ્ત કરી તેને ફોરેન્સિક

Read About Weather here

લેબમાં મોકલી આ કેમેરા પાછળનાં કાળા કરતૂતો ખુલ્લા પાડવા જોઈએ અને જેથી સભ્ય સમાજ શાંતિથી સુઈ શકે તેવું મંતવ્ય જાણકારોએ વ્યક્ત કર્યું છે.(12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here