સિધ્ધુ પંજાબ કોંગ્રેસનાં પ્રમુખ પદે યથાવત

સિધ્ધુ પંજાબ કોંગ્રેસનાં પ્રમુખ પદે યથાવત
સિધ્ધુ પંજાબ કોંગ્રેસનાં પ્રમુખ પદે યથાવત

મનામણા કરવામાં પક્ષ સફળ થયાનો દાવો: અમરિંદરનાં અપમાન બદલ રાહુલને જવાબદાર ઠરાવતા પૂર્વ મુખ્યમંત્રીનાં ટેકેદારો

પંજાબમાં કોંગ્રેસ માટે બહુ મોટી સમસ્યા બનતા જતા નવજોતસિંહ સિધ્ધુને પંજાબ કોંગ્રેસનાં પ્રમુખ પદે યથાવત રાખવામાં આવશે, એવા અહેવાલો બહાર આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રદેશ કોંગ્રેસનાં સુત્રોએ જણાવ્યા મુજબ સિધ્ધુ પ્રદેશ પ્રમુખ પદે ચાલુ રહેવા સંમત થયા છે. ટૂંક સમયમાં એક સંકલન સમિતિ રચવામાં આવનાર છે. પંજાબ સરકાર કોઈપણ મોટા નિર્ણય લેતા પહેલા સમિતિની સલાહ લેશે.

મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ ગઈકાલે સિધ્ધુ સાથે બે કલાકથી વધુ સમય સુધી ચર્ચા વિચારણા કરી હતી. સુત્રો કહે છે કે, બેઠકમાં ચર્ચા દરમિયાન સિધ્ધુ મોવડી મંડળની સમજાવટ અને

સંકલન સમિતિની રચનાનાં નિર્ણય બાદ પ્રમુખ પદે ચાલુ રહેવા તૈયાર થઇ ગયા છે. આ રીતે હવે લાગે છે કે પંજાબ કોંગ્રેસમાં ઉપડતો ચરુ ઠંડો થઇ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુચિત સંકલન સમિતિમાં મુખ્યમંત્રી ચન્ની, સિધ્ધુ અને કોંગ્રેસ મોવડી મંડળનાં એક પ્રતિનિધિ સભ્ય તરીકે રહેશે. સિધ્ધુએ રાજ્યનાં ડીજીપી, એડવોકેટ જનરલ અને કેટલાક કલંકિત નેતાઓની મંત્રી તરીકે પસંદગી સામે વાંધો ઉઠાવી પક્ષ પ્રમુખ પદ ફગાવી દીધું હતું.

આથી મોવડીઓએ સિધ્ધુને મનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ખૂદ મુખ્યમંત્રીએ બેઠક કરી હતી. જેમાં પક્ષનાં કેન્દ્રનાં નિરીક્ષક પણ હાજર રહ્યા હતા.

બીજી તરફ કોંગ્રેસનો હાથ છોડી ચુકેલા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહએ રોષ વ્યક્ત કર્યો હતો કે, મને ખૂબ જ અપમાનિત કરવામાં આવ્યો છે. એટલે મારે હવે પક્ષમાં રહેવું નથી.

સિનિયર નેતાઓની અવગણના કરતી કોંગ્રેસ અધોગતિનાં ખાડામાં જઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રીનાં ટેકેદારોએ કેપ્ટનની અવહેલનાં અને અપમાન બદલ રાહુલ ગાંધીનાં માથા પર ઠીકરું પડ્યું છે.

કોંગ્રેસમાં યુવા અને બુઝુર્ગ જૂથ વચ્ચે પણ આંતરિક શાબ્દિક યુધ્ધ વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહ એ પક્ષની સ્થિતિ બદલ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા અને ટીકા કરી હતી

Read About Weather here

કે, પક્ષમાં હોદ્દો હોવા ન છતાં સોનિયાનાં પુત્ર બધી બાબતોમાં નિર્ણય લે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here