પુનીત રાજકુમારના અંતિમ સંસ્કાર; 2 ચાહકોનાં આઘાતમાં મોત…!

પુનીત રાજકુમારના અંતિમ સંસ્કાર; 2 ચાહકોનાં આઘાતમાં મોત…!
પુનીત રાજકુમારના અંતિમ સંસ્કાર; 2 ચાહકોનાં આઘાતમાં મોત…!
તરત તેને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલમાં દાખલ કરાયો. જોકે ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહિ. કન્નડ સ્ટાર પુનીત રાજકુમાર શુક્રવારે દુનિયાને અલવિદા કહી ચાલ્યો ગયો.

Visit Saurashtra Kranti Homepage here

પુનીત જિમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો અને તેને હાર્ટ અટેક આવ્યો DCP સેન્ટ્રલના જણાવ્યા પ્રમાણે, પુનીત રાજકુમારનું પાર્થિવ શરીર જનતાના દર્શન માટે કાંતીરવા સ્ટેડિયમમાં મુકાયું છે.

‘પાવર સ્ટાર’ એક્ટરના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. પુનીતની દીકરી વંદિતા અમેરિકાથી આજે, 30 ઓક્ટોબરે બપોર સુધી ભારત આવી જશે. વંદિતા દિલ્હીથી બેંગુલુરુ માટે સ્ટેટ અથોરિટીએ સ્પેશિયલ વિમાનની વ્યવસ્થા કરી છે.

પુનીતના મોતનો આઘાત ચાહકો સહન કરી શક્યા નથી. કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના હનૂર તાલુકાના મારો ગામમાં 30 વર્ષીય યુવકનું પુનીતના મોતના સમાચાર સાંભળતા જ હાર્ટ અટેકથી મોત થયું હતું.

તેનું નામ મુનિયપ્પા હતું. તે ખેડૂત હતો. બેલગાવીના શિંદોલી ગામમાં એક વ્યક્તિનું હાર્ટ અટેકથી મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સ્ટારના નિધનના સમાચાર સાંભળીને કર્ણાટકના બેલગાવી જિલ્લાના અથાનીના એક યુવકે આત્મહત્યા કરી હતી

તેમના પિતા રાજકુમાર તથા માતા પર્વથામ્મા રાજકુમાર હતા. પાંચ ભાઈ બહેનમાં પુનીત સૌથી નાનો હતો. જ્યારે તે છ વર્ષો હતો ત્યારે પરિવાર મૈસૂર આવ્યો હતો. પુનીત રાજકુમારનો મોટો ભાઈ શિવ રાજકુમાર પણ જાણીતો એક્ટર છે. 1999માં પુનીતે શઅવિની સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ છે.

પુનીતનું અકાળે અવસાન થવાથી હાલ કર્ણાટક રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં તમામ થિયેટર બંધ છે. ફેન્સની ભીડ કાબૂ કરવા માટે કેટલાક વિસ્તારમાં 144 કલમ લાગુ કરાઈ છે. કર્ણાટકના CM બસવરાજ બોમ્મઈ પણ વિક્રમ હોસ્પિટલ પહોંચ્યા હતા. બેંગલુરુમાં 2 રાત માટે દારૂના વેચાણ પર રોક લગાવી છે.

કન્નડ અભિનેતા પુનીત રાજકુમારના અવસાનને કારણે શનિવારે સૂર્યાની ફિલ્મ જય ભીમ જ્યુકબોક્સ લોન્ચ અને આરઆરઆર ઝલકનું રિલીઝ સ્થગિત કરાયું છે. આટલું જ નહિ તેના મોટા ભાઈ શિવ રાજકુમારની ફિલ્મ ‘ભજરંગી 2’ના તમામ શૉ કર્ણાટક રાજ્યમાં રદ્દ કરાયા છે.

પુનીતના વર્કફ્રન્ટની વાત કરીએ તો 2002થી તે ચાહકોમાં અપ્પુના નામથી લોકપ્રિય થયો હતો. ચાહકોએ તેને આ નામ આપ્યું હતું. પુનીતે ‘અભી’, ‘વીરા કન્નડિગા’, ‘અજય’, ‘અરાસુ’, ‘રામ’, ‘હુડુગારુ’ તથા ‘અનજની પુત્ર’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. પુનીત છેલ્લે ‘યુવારત્ના’માં જોવા મળ્યો હતો. ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ હતી.

પુનીત રાજકુમાર લોકપ્રિય સુપરસ્ટાર રાજકુમારનો દીકરો હતો. તેણે પોતાની કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે 1985માં ફિલ્મ ‘બેટ્ટાડા હોવુ’થી કરી હતી. આ ફિલ્મ માટે પુનીતને ચાઇલ્ડ આર્ટિસ્ટનો નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો હતો.

પુનીત ચેતન કુમારની ફિલ્મ ‘જેમ્સ’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. હંમેશાં કામને પ્રાયોરિટી આપતા પુનીતે ફિલ્મનો મોટો પાર્ટ પૂરો કર્યો હતો. જોકે હવે તે અધૂરી રહી ગઈ છે. ફિલ્મમાં તેની અપોઝિટ પ્રિયા આનંદ હતી.

આ ફિલ્મ સાથે ‘દ્વિત્વ’નું શૂટિંગ પણ કતારમાં હતું. તેના શ્રી ગણેશ પુનીત નવેમ્બર કે ડિસેમ્બરમાં કરવાનો હતો. પુનીતે સંતોષ આનંદરામ સાથે એક અનટાઈલ્ડ પ્રોજેક્ટ પર પણ કામ કર્યું છે.

Read About Weather here

બંનેએ ‘રાજાકુમારા’ અને ‘યુવારત્ના’માં સાથે કામ કર્યું છે. આ સિવાય પુનીતના હોમ બેનરની અન્ય 5 ફિલ્મ પણ પ્રોડ્યુસ કરવાની બાકી હતી.આ ફિલ્મ પવન કુમાર સાથે તેનું પ્રથમ કોલાબરેશન હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here