પતિ: સામાન્ય નોકરી કરી ગુજરાન ચલાવું છું પત્ની: પિયર જેવી સુખ-સાયબી ભોગવવા મળતી નથી

પતિ-પત્ની-181
પતિ-પત્ની-181

ઝઘડાનું મુળ કારણ: પત્ની પતિ પાસે હંમેશા ઘરમાં સારી વસ્તુ આવે, બીજાની જેમ આરામદાયક જિંદગી જીવવાનું કહેતી

Subscribe Saurashtra Kranti here

ગત તા. 29ના રોજ શહેરના વિશ્વેશ્વરનગર સોસા. મવડી રોડથી એક મહિલાનો 181 અભયમને ફોન કરી જણાવ્યું હતું કે મારા પતિ મને માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. ત્યારબાદ 181 ટીમના કાઉન્સેલર તૃષિ પટેલ, જી.આર.ડી. મીનાબેન અને પાઈલોટ કૌશિકભાઈ મહિલાના ઘરે પહોંચી વિગતો જાણી હતી.

મહિલાએ જણાવેલ કે, પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાથી છૂટાછેડા જ લેવા છે. અભયમ ટીમ દ્વારા મહિલાના પતિ ત્રાસ આપવા પાછળનું કારણ જાણવામાં આવ્યું તો બહેને જણાવેલ કે, આજ થી 10 વર્ષ પહેલા તેમના પ્રેમ લગ્ન થયા હતા. તેમના પિયરમાં ઘણી સુખ-સાયબી ભોગવી છે. અહીંયા તેમના પતી એક સામાન્ય નોકરી કરે છે. માટે બહેનને પિયર જેવી સુખ-સાયબી ભોગવવા મળતી નથી. તેઓ પતી સામે હંમેશા ઘરમાં સારી વસ્તુ આવે અને બીજાની જેમ આરામદાયક જિંદગી જીવે આમ આ બાબતે દરરોજ ઝઘડો થાય છે.

અભયમની ટીમ દ્વારા બહેનનું કાઉન્સેલિંગ કરી સમજાવેલ કે તેઓ પરિસ્થિતિ પ્રમાણે જીવન જીવતા શીખે. પતીની આવક પ્રમાણે ઘરમાં સુખ-સુવિધા વધાવે જેથી ઘરમાં સુખ-શાંતિ બની રહે. મહિલાના પતીને પણ સમજાવેલ કે, ક્યારેય ઘરમાં ઝઘડો કરવો નહિ.

Read About Weather here

181ની ટીમ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ પ્રોત્સાહન આથીક બંને પતી-પત્ની વચ્ચે સમાધાન કારવ્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે, હવે ક્યારેય છૂટાછેડા કરવાનો વિચાર કરશે નહિ. આમ અભયમ ટીમ દ્વારા પતિ-પત્નીના ઝઘડાનું સમાધાન કરાવ્યું હતું. અનેક ઘરો કે પતી-પત્ની વચ્ચેના સંબંધોમાં વિખવાદ થતા અટકાવવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here