અગાસી પર એસીના કમ્પ્રેસરમાં આગ લાગતા મહિલાનું મોત

એસીના કમ્પ્રેસરમાં આગ
એસીના કમ્પ્રેસરમાં આગ

Subscribe Saurashtra Kranti here

એસીના કમ્પ્રેસરમાં કોઈ કારણોસર આગ લાગતા તેણી આખા શરીરે ગંભીર પ્રકારે દાઝી જતા તેનું મોત

હરિ ધવા મેઈન રોડ પર પટેલ ચોક પાસે બનેલો બનાવ : કપડા સુકાવા ગયેલી મહિલાનું મોત નિપજતા પટેલ પરિવારમાં ઘેરો શોક

ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હરિધવા મેઈન રોડ પર પટેલ ચોક પાસે વિચિત્ર બનાવ બનવા પામ્યો હતો. અગાસી પર કપડા સુકાવવા ગયેલી મહિલાએ આપઘાત કર્યો કે એસીના કમ્પ્રેસરમાં આગ લાગવાથી મહિલાનું મોત નીપજ્યું તે બાબતે પોલીસે શંકાસ્પદ બનાવની જીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ હરિધવા મેઈન રોડ પર આવેલા પટેલ ચોક પાસે રહેતી ગીતાબેન મીઠાભાઈ રામાણી(ઉ.વ.50) નામની પટેલ મહિલા આજે સવારે પોતાના ઘરની અગાસી પર કપડા સુકાવવા ગયા ત્યારે અચાનક કોઈ કારણોસર આગ લગતા તેણી ઘટના સ્થળે ગંભીર પ્રકારે દાઝી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.

બાજુની બિલ્ડીંગમાં સ્કુલ ચાલુ હોય ત્યારે શિક્ષકોએ આગના ધુમાડો નજરે જોયા બાદ આ અંગે પોલીસને અને 108 ને જાણ કરતા 108 નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ કરી મહિલાને મૃતક જાહેર કર્યા બાદ બનાવ અંગેની જાણ ભક્તિનગર પોલીસમાં કરવામાં આવતા એ.એસ.આઈ. નરેન્દ્રભાઈ ભદ્રેચા તથા રાઈટર મયુરરાજસિંહ સહિતનો પોલીસે પ્રાથમિક તપાસ કરતા મૃતક ગીતાબેન રામાણીના પરિવારજનોએ પોલીસે નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ સવારે કપડા સુકાવવા અગાસી પર ગયા ત્યારે એસીના કમ્પ્રેસરમાં કોઈ કારણોસર આગ લાગતા તેણી આખા શરીરે ગંભીર પ્રકારે દાઝી જતા તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.

બીજીબાજુ શંકાસ્પદ બનાવમાં એસીનું કમ્પ્રેસર ફાટ્યું હોય તેવું કે આગ લાગી હોય તેવા કોઈ અવશેષો જોવા નહી મળતા પોલીસે જીણવટ ભરી તપાસ હાથ ધરી મહિલાની લાશનું પી.એમ કરાવવા સરકારી હોસ્પિટલમાં ખસેડી છે.Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here